Box Office Collection: ભારતે કરી જબરદસ્ત કમાણી, ચાર દિવસમાં 100 કરોડને પાર

સલમાન ખાનનો પ્રેમ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે. આ વાત ફરી એખવાર સાબિત થઇ ગઇ છે. હાલમાં જ ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું બોક્સ ઓફિસ ક્લેક્શન આ વાતને સાબિત કરી રહ્યું છે.

Box Office Collection: ભારતે કરી જબરદસ્ત કમાણી, ચાર દિવસમાં 100 કરોડને પાર

નવી દિલ્હી: સલમાન ખાનનો પ્રેમ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે. આ વાત ફરી એખવાર સાબિત થઇ ગઇ છે. હાલમાં જ ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું બોક્સ ઓફિસ ક્લેક્શન આ વાતને સાબિત કરી રહ્યું છે. ફિલ્મે જ્યારે પહેલા દિવસે જોરદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. ત્યારે ચોથા દિવસે પણ કમાણીનો સિલસિલો યથાવત રહ્યો હતો.

ચોથા દિવસે પણ ભાઈજાનની ફિલ્મની કમાણીમાં જોરદાર ઉઠાળો આવ્યો હતો. દરેકને આશા હતી કે, ચોથા દિવસે ફિલ્મ 100 કરોડના આંકડાને પાર કરી જશે. પંરતુ ફિલ્મ 100 કરોડના આંકડાને એટલા જબરદસ્ત રીતે પાર કર્યો છે કે, ફિલ્મની કમાણી હવે સીધી સવા સો કરોડ પહોંચવા આવી છે.

— taran adarsh (@taran_adarsh) June 9, 2019

ટ્રેડ એનાલિસ્ટ તારન આદર્શે સોશિયલ મીડિયા પર ભારતના ક્લેક્શનના આંકડા શેર કરતા જણાવ્યું હતું કે, ફિલ્મે પહેલા દિવસે (બુધવારે) 42.30 કરોડ, બીજા દિવસે 31 કરોડ અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે 22.40 કરોડની કમાણી કરી હતી. પરંતુ ચોથા દિવસે ફિલ્મ 100 કરોડના આંકડાને પાર કર્યો અને ફિલ્મની કમાણી હવે સીધી સવા સો કરડો સુધી પહોંચી ગઇ છે. ફિલ્મે શનિવારે 26.70 કરોડ રૂપિયાની કમાણી કરતા કુલ 122.20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આજે (રવિવાર) પહોંચશે દોઢ સો કરોડ!
હવે આ ફિલ્મ પ્રત્યે લોકોનો પ્રેમ જોઇને એવું લાગી રહ્યું છે કે 100 કરોડ પહોંચવાના બીજા દિવસે એટલે કે આજે રવિવારે ફિલ્મ લગભગ દોઢ સો કરોડની કમાણી કરવામાં સફળ થઇ શકે છે. કેમકે જ્યાં શુક્રવારના કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો. ત્યાં શનિવારે ફિલ્મનાં કલેક્શનમાં ફરીથી ઉઠાળો આવ્યો હતો અને તેને જોઇને રવિવારની કમાણીથી આશા લગાવવી ખોટી નથી.

Salman Khan

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મને ઇન્ડિયા સિવાર 70 દેશોમાં લગભઘ 1300 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે માર્ગદર્શિત કરી છે. સલમાનની સાથે ફિલ્મમાં કેટરીના કેફ, દીશા પટણી, જેકી શ્રોફ, તબ્બૂ અને સુનિલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news