Box Office: સુશાંતની છિછોરેએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, કરી આટલી કમાણી

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે અને શ્રદ્ધા કપૂરે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. આ સિવાય વરૂણ શર્મા, પ્રતીક બબ્બર, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે અને સહર્ષ કુમાર શુક્લા મુખ્ય ભૂમિકામાં છે.

Box Office: સુશાંતની છિછોરેએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, કરી આટલી કમાણી

નવી દિલ્હીઃ નિતેશ તિવારી દિગ્દર્શિત મલ્ટીસ્ટારર ફિલ્મ છિછોરેને (chhichhore) બોક્સ ઓફિસ પર આશરે એક મહિનો થઈ ગયો છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી અને 6 ઓક્ટોબરે તે સ્ક્રીન પર પોતાનો એક મહિનો પૂરી કરી ચુકી છે. કમાલની વાત છે કે આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર જાદૂ હજુ યથાવત છે. માત્ર 50 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધી 150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શેર કર્યાં છે. ફિલ્મએ રિલીઝ બાદ પાંચમાં દિવસે જ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો અને 9મા દિવસ સુધી તેનો ગ્રાફ 75 કરોડને પાર હતો. 12મા દિવસે ફિલ્મ 100 કરોડની નજીક પહોંચી અને 17મા દિવસ સુધી તે 125 કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી હતી. રિલીઝના 31મા દિવસ સુધી ફિલ્મનો બિઝનેસ 150 કરોડ રૂપિયાથી વધુ થઈ ચુક્યો છે. 

કોણ છે ફિલ્મના સ્ટાર કાસ્ટ?
સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે અને શ્રદ્ધા કપૂરે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. આ સિવાય વરૂણ શર્મા, પ્રતીક બબ્બર, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે અને સહર્ષ કુમાર શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શેર કરતા લખ્યું, 'ટોટલ ધમાલ અને મિશલ મંગલ બાદ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોની આ ત્રીજી ફિલ્મ છે જેણે 150 કરોડનો આંકડો પાર કર્યો છે.'

— taran adarsh (@taran_adarsh) October 7, 2019

ફિલ્મની સ્ટોરી કોલેજના તે કેટલાક મિત્રો વિશે છે જે વૃદ્ધાવસ્થામાં જિંદગીમાં એક સમયે મળે છે અને પછી પોતાની જવાનીના દિવસોની તમામ વાતો શેર કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news