VIDEO: 'અપના ટાઇમ આએગા' ગીત પર છોકરીએ રસ્તા પર કર્યો અફલાતુન ડાન્સ

આ ડાન્સર મુંબઈની ધનશ્રી વર્મા છે અને લોકોને તેનો વીડિયો બહુ પસંદ પડી રહ્યો છે

VIDEO: 'અપના ટાઇમ આએગા' ગીત પર છોકરીએ રસ્તા પર કર્યો અફલાતુન ડાન્સ

નવી દિલ્હી : ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રિતેશ સિધવાણીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ગલી બોય' આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું એક ગીત અપના ટાઇણ આએગા લોકોમાં બહુ લોકપ્રિય થયું છે.

યુવાનોમાં આ ગીતનો બહુ ક્રેઝ છે અને તે પોતાના આ ગીત પરના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. Dhanashree Vermaની યુ ટ્યૂબ ચેનલ દ્વારા આ મહિનાની 3 તારીખે અપલોડ કરવામાં આવ્યો હતો. હવે આ વીડિયોને 409,091 વાર જોવામાં આવ્યો છે. 'અપના ટાઇમ આએગા' ગીત પર ડાન્સ ધનશ્રી શર્માએ પોતાના અંદાજમાં ડાન્સ ધનિશ્રી વર્મા ડાન્સ કર્યો છે જે જોવામાં મજેદાર છે. 

હાલમાં જ Zee News સાથે વાતચીત કરતી વખતે રણવીરે જણાવ્યું છે તે ગલી બોયના પાત્ર સાથે જોડાયેલો છે અને તેને લાગે છે કે તેનો જન્મ જ આ પાત્ર ભજવવા માટે થયો છે. રણવીરે પોતાનો મુદ્દો રજુ કરતા કહ્યું છે કે જો કોઈ બીજી વ્યક્તિ આ ફિલ્મ કરત તો હું ઇર્ષાથી બળીને રાખ થઈ જાત. મને પહેલીવાર એવું લાગે છે કે આ એવી ફિલ્મ છે જે કરવા માટે મારો જન્મ થયો છે. આ મારી જ ફિલ્મ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news