બોલિવૂડની હોટ અભિનેત્રીએ શેર કર્યો બાળપણનો PHOTO, લોકોએ કહ્યું- 'ક્યૂટનેસ ઓવરલોડ', તમે ઓળખી?

દીપિકા પાદૂકોણે રવિવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણની તસવીર શેર કરી. છેલ્લા કેટલાક વર્ષોથી દીપિકા પોતાના ફોલોઅર્સ સાથે બાળપણની તસવીર શેર કરતી રહી છે. આ વખતે તેણે તેની મિત્ર દિવ્યા નારાયણ સાથેની તસવીર શેર કરી છે.

Updated By: Dec 8, 2019, 11:04 PM IST
બોલિવૂડની હોટ અભિનેત્રીએ શેર કર્યો બાળપણનો PHOTO, લોકોએ કહ્યું- 'ક્યૂટનેસ ઓવરલોડ', તમે ઓળખી?

નવી દિલ્હી: બોલિવૂડ(Bollywood) સુપરસ્ટાર્સ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. છાશવારે તેઓ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પોતાની યાદોના ફોટા શેર કરતા રહે છે. આ બધા વચ્ચે દીપિકા પાદૂકોણે (Deepika Padukone) રવિવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો એક ફોટો શેર કર્યો જેને જોઈને તેના ચાહકો ખુશ ખુશાલ થઈ ગયાં. 

દીપિકા પાદૂકોણે રવિવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણની તસવીર શેર કરી. છેલ્લા કેટલાક વર્ષોથી દીપિકા પોતાના ફોલોઅર્સ સાથે બાળપણની તસવીર શેર કરતી રહી છે. આ વખતે તેણે તેની મિત્ર દિવ્યા નારાયણ સાથેની તસવીર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે "ધીસ હમ્પ્ટી એન્ડ ડમ્પટી સેટ ઓન અ વોલ, એન્ડ એટ કર્ડ રાઈસ."

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

This Humpty & Dumpty sat on a wall...& ate curd rice!!!😂😂😂 @divya_narayan4

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જેવી આ તસવીર તેણે શેર કરી કે તેના પર જાણે પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયું. લોકોએ તેમાં પ્રેમવાળી ઈમોજી પણ શેર કરી છે. એક પ્રશંસકે લખ્યું કે ક્યૂટનેસ ઓવરલોડ... તમે ખુબ પ્યારી છો અને તમારી આ તસવીર કાબિલે તારીફ છે. એક અન્ય યૂઝરે લખ્યું કે યુ આર ટુ ક્યુટ...

દીપિકાની આવનારી ફિલ્મ 'છપાક' છે. જેમાં તે એસિડ એટેકની પીડિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે. તે રણવીર સિંહ સાથે ફિલ્મ '83'માં પણ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube