Pune: અરુણ શૌરીના હાલચાલ જાણવા પહોંચ્યાં PM મોદી, સારા સ્વાસ્થ્યની કામના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શહેરની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરીના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. પીએમ મોદીએ શૌરીના સ્વસ્થ અને લાંબી ઉંમરની કામના કરી.

Pune: અરુણ શૌરીના હાલચાલ જાણવા પહોંચ્યાં PM મોદી, સારા સ્વાસ્થ્યની કામના કરી

પુણે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે શહેરની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરી (Arun Shourie) ના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. પીએમ મોદીએ શૌરીના સ્વસ્થ અને લાંબી ઉંમરની કામના કરી. શૌરી ગત અઠવાડિયે પોતાના લવાસા બંગલામાં ટહેલતી વખતે લપસી પડ્યા હતાં. તેમને માથામાં ઈજા થઈ હતી. આથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. જો કે હવે તેમનું સ્વાસ્થ્ય સારું છે. શૌરી મોદી સરકારની સતત આલોચના કરતા રહે છે. રાફેલ મામલે પણ શૌરીએ મોદી સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી દાખલ કરી હતી. શૌરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં અસહિષ્ણુતાનો માહોલ પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 

— ANI (@ANI) December 8, 2019

પીએમ મોદીએ શૌરી સાથે મુલાકાત કર્યા બાદ એક ટ્વીટ કરી જેમાં લખ્યું કે પુણેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીજી સાથે મુલાકાત કરી. મેં તેમને તેમના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું અને મુલાકાત શાનદાર રહી. હું તેમની લાંબી ઉમર અને સ્વસ્થ જીવનની કામના કરું છું. 

જુઓ LIVE TV

રમન મેન્ગસેસે પુરસ્કારથી સન્માનિત શૌરી 1999-2004 દરમિયાન પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં કેન્દ્રીય સંચાર, સૂચના ટેક્નોલોજી તથા રોકાણ મંત્રી હતાં. તેમણે 1967-1978 દરમિયાન વિશ્વ બેંક સાથે એક અર્થશાસ્ત્રી તરીકે પણ કામ કર્યું છે. તેઓ 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના સંપાદક પણ રહી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news