હેપ્પી બર્થડે રેખાઃ બોલિવૂડની 'ઉમરાવ જાન'ના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સિસ પર એક નજર...

પીઢ અભિનેત્રી રેખાએ તેની સુંદરતા એટલી જાળવી છે કે તે આજે પણ એકદમ 'યુવાન' જ લાગે છે. તેમણે વર્ષ 1970માં ફિલ્મ 'સાવન ભાદો' સાથે પદાર્પણ કર્યું હતું અને પછી દાયકાઓ સુધી વિવિધ ફિલ્મોમાં અભિનય આપીને પોતાની અમીટ છાપ છોડી છે.  

Updated By: Oct 10, 2019, 04:30 PM IST
હેપ્પી બર્થડે રેખાઃ બોલિવૂડની 'ઉમરાવ જાન'ના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સિસ પર એક નજર...

મુંબઈઃ આજે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રેખાનો જન્મદિવસ છે. પીઢ અભિનેત્રી રેખાએ તેની સુંદરતા એટલી જાળવી છે કે તે આજે પણ એકદમ 'યુવાન' જ લાગે છે. તેમણે વર્ષ 1970માં ફિલ્મ 'સાવન ભાદો' સાથે પદાર્પણ કર્યું હતું અને પછી દાયકાઓ સુધી વિવિધ ફિલ્મોમાં અભિનય આપીને પોતાની અમીટ છાપ છોડી છે. રેખાના જન્મદિવસે તેના ઓનસ્ક્રીન સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સિસ પર નજર નાખીએ....

ઝોહરા બાઈ...
વર્ષ 1987ની સુપરહીટ ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'માં રેખાની ઝોહરાબાઈની ભૂમિકાને કોઈ ભુલી શકે એમ નથી. તેણે એક એવી મહિલાનું પાત્ર ભજવ્યું હતું જે સિકન્દર(અમિતાભ બચ્ચન)ને એકતરફી પ્રેમ કરતી હોય છે. આ ભૂમિકાએ રેખાની કારકિર્દીને નવો વળાંક આપ્યો હતો. 

'83'નું શૂટિંગ પુરૂ થતાં આ અભિનેતાની આંખો ભરાઇ ગઇ! જાણો કારણ

આરતી ચંદ્રા...
રેખાએ એક નાટકીય ફિલ્મ 'ઘર'માં આ ભૂમિકા ભજવી હતી. આરતી ચંદ્રાએ વિકાસ ચંદ્રા(વિનોદ મહેરા)ની પત્ની હતી. આ પરિણીત દંપતિનું જીવન ત્યારે દોહ્યલું બની જાય છે જ્યારે પત્ની પર ચાર લોકો સામુહિક બળાત્કાર કરે છે. આ ફિલ્મમાં રેખાની ભૂમિકાની ખૂબ જ પ્રશંસા થઈ હતી અને ફિલ્મફેર એવોર્ડ માટે તેના નામનું નોમિનેશન થયું હતું. 

ચાંદની...
બોલિવૂડની સૌથી રોમેન્ટિક ફિલ્મ 'સિલસિલા' 1981માં રિલીઝ થઈ હતી અને દર્શકો દ્વારા ખુબ જ પસંદ થયું હતું. સાથે જ આ ફિલ્મના કારણે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા વચ્ચે પ્રણય ત્રિકોણ ચાલી રહ્યો છે તેવી અફવાઓએ પણ જોર પકડ્યું હતું. 

ઉમરાવ જાન અદા...
વર્ષ 1981માં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ઉમરાવ જાન'માં રેખાએ ઉમરાવ જાન અદાનું પાત્ર ભજવ્યું હતું. મુઝફ્ફર અલીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રેખાએ એક તવાયફનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું ગીત 'દીલ ચીઝ ક્યા હૈ...' આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ભૂમિકા માટે રેખાને 'નેશનલ એવોર્ડ' મળ્યો હતો. 

માનસી...
રેખાએ ફિલ્મ 'આસ્થા'માં માનસીનું પાત્ર ભજવ્યું હતું. 1997માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં રેખાએ એક મધ્યમ વર્ગીય ગૃહિણીની ભૂમિકા ભજવી હતી, જે સંજોગોના કારણે વેશ્યા બને છે અને ઘણી બધી પ્રથાઓને તોડી નાખે છે. રેખાની આ ભૂમિકાની ખુબ જ પ્રશંસા થઈ હતી. 

બોલિવૂડની ચાર્મિંગ અભિનેત્રી રેખાને 'હેપી બર્થ ડે'. 

જુઓ LIVE TV....

બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....