સુશાંત આત્મહત્યા કેસ: કંગના રનૌતે ફરી આપ્યું એવું નિવેદન...મચ્યો ખળભળાટ

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈ પોલીસે અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરી છે. શનિવારે ફિલ્મ ડાઈરેક્ટર આદિત્ય ચોપડાનું નિવેદન લેવામાં આવ્યું. સુશાંતના નિધન બાદ સૌથી પહેલા વીડિયો બહાર પાડીને બોલિવૂડમાં નેપોટિઝન (ભાઈ-ભત્રીજાવાદ) પર ચર્ચા છેડનારી અભિનેત્રી કંગના રનૌત એકવાર ફરીથી ચર્ચામાં છે. 

સુશાંત આત્મહત્યા કેસ: કંગના રનૌતે ફરી આપ્યું એવું નિવેદન...મચ્યો ખળભળાટ

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈ પોલીસે અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરી છે. શનિવારે ફિલ્મ ડાઈરેક્ટર આદિત્ય ચોપડાનું નિવેદન લેવામાં આવ્યું. સુશાંતના નિધન બાદ સૌથી પહેલા વીડિયો બહાર પાડીને બોલિવૂડમાં નેપોટિઝમ (ભાઈ-ભત્રીજાવાદ) પર ચર્ચા છેડનારી અભિનેત્રી કંગના રનૌત એકવાર ફરીથી ચર્ચામાં છે. 

આ વખતે કંગનાએ દાવો કર્યો છે કે જો તે પોતાના આરોપ સાબિત ન કરી શકી તો સરકાર દ્વારા અપાયેલા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મશ્રીને તે પાછો આપી દેશે. કંગનાએ કહ્યું કે 'મુંબઈ પોલીસે તેને નિવેદન આપવા માટે બોલાવી. પરંતુ તે હાલ મનાલીમાં છે, આમ છતાં નિવેદન આપવા તૈયાર છે. કંગનાએ મુંબઈ પોલીસને કહ્યું કે શું તમે કોઈને મારું નિવેદન લેવા માટે અહીં મોકલી શકો છો, પરંતુ ત્યારબાદ મને કોઈ જવાબ ન મળ્યો.'

કંગના રનૌતે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, 'હું જણાવી રહી છું કે જો મે કઈ એવું કહી દીધુ હોય જેના હું સાક્ષી ન આપી શકું, જેને હું સાબિત ન કરી શકું અને જે જનતાના હિતમાં નથી તો હું મારો પદ્મશ્રી પાછો આપી દઈશ. આવામાં હું આ સન્માનને લાયક નથી.'

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

અત્રે જણાવવાનું કે સુશાંતે ગત મહિને 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કહેવાય છે કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો. સુશાંતના નિધન બાદ તરત કંગનાએ એક વીડિયો શેર કરીને બોલિવૂડના અનેક દિગ્ગજો પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર નેપોટિઝમને લઈને ચર્ચા ચાલી રહી છે. આ મામલે લોકો સલમાન ખાનથી લઈને કરણ જૌહર, આલિયા ભટ્ટ, અને મહેશ ભટ્ટ સહિત દિગ્ગજો પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news