'કરણ નક્કી કરે છે કે નવોદિત કોની સાથે સુઇ જશે...' : ચોંકાવનારો આરોપ

બોલિવૂડમાં કરણ જોહરને સ્ટાર કિડ્સનો ગોડ ફાધર માનવામાં આવે છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સને તે લોન્ચ કરી ચૂક્યો છે.

'કરણ નક્કી કરે છે કે નવોદિત કોની સાથે સુઇ જશે...' : ચોંકાવનારો આરોપ

મુંબઈ : બોલિવૂડમાં કરણ જોહરને સ્ટાર કિડ્સનો ગોડ ફાધર માનવામાં આવે છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સને તે લોન્ચ કરી ચૂક્યો છે. જોકે લેટેસ્ટ પ્રમાણે કરણ જોહર શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર પર ગુસ્સે થયો છે. ગુસ્સામાં કરણે હવે કોઈ આગામી ફિલ્મમાં ઇશાનને સાઇન ન કરવાનો નિર્ણય લીધો છે. કમાલ આર. ખાને ટ્વીટ કરીને આ મુદ્દા પર વિવાદ શરૂ કર્યો છે. 

— KRK (@kamaalrkhan) May 26, 2019

કમાલ આર. ખાનની આ ટ્વીટ પછી કંગના રનૌતની બહેન રંગોલીએ કરણ પર મોટો આરોપ મૂક્યો છે. રંગોલીએ કહ્યું છે કે કરણ જે કલાકારોને લોન્ચ કરે છે તેમણી કમાણીનો મોટો હિસ્સો પોતાની પાસે રાખે છે. આ સિવાય એ કલાકારને શું પહેરવું અને કોની સાથે સૂવું એની પણ સુચના આપે છે. રંગોલીના આરોપ પ્રમાણે વાત પણ કહે છે કરણ પોતાના એક્ટર્સને બ્રેક-અપ તથા પેચ-અપ કરવા માટે ફોર્સ કરે છે.

— Rangoli Chandel (@Rangoli_A) May 26, 2019

કરણ જોહરે ગયા વર્ષે શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર સાથે ઈશાનને ધડક જેવી સફળ અને ચર્ચિત ફિલ્મમાં લોન્ચ કર્યો હતો પરંતુ હવે કરણ અને ઈશાન વચ્ચેના સંબંધો વણસી ગયા છે. રિપોર્ટ મુજબ ઈશાન અને કરણ વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઈ હતી અને આ જ બોલાચાલીમાં ઈશાને કરણ સાથે તોછડાઈથી વાત કરી. કરણને ઈશાનની આ વાત પસંદ ન આવી અને તેણે ઈશાનને ધર્મા કેમ્પથી બહારનો રસ્તો બતાવી દીધો. કરણે ધર્મા સાથે કામ કરનારા બધા જ ડિરેક્ટર્સને ઈશાનથી દૂર રહેવાની સૂચના આપી દીધી છે. જો કે આ અંગે ઈશાન કે કરણે જાહેરમાં કશું કહ્યું નથી અને બંને પક્ષે કોઈ સ્પષ્ટતા નથી કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news