OMG ! પ્રભાસ સાથે 'Saaho'ના માત્ર એક ગીત માટે જેકલિને માગ્યા આટલા કરોડ

સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસની આગામી ફિલ્મ સાહોની હાલમાં બહુ ચર્ચા છે.

OMG ! પ્રભાસ સાથે 'Saaho'ના માત્ર એક ગીત માટે જેકલિને માગ્યા આટલા કરોડ

નવી દિલ્હી : સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસની આગામી ફિલ્મ સાહોની હાલમાં બહુ ચર્ચા છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂરની જોડી છે. આ ફિલ્મના બે ગીતો સાઇકો સૈયા અને ઇન્ની સોની ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. હવે આ ફિલ્મને લગતા મોટા સમાચાર મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મે રિલીઝ પહેલાં જ 320 કરોડ રૂપિયા જેટલી તોતિંગ કમાણી કરી લીધી છે. ફિલ્મનું લેટેસ્ટ ગીત બેડ બોય યુ ટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં પ્રભાસ સાથે જેકલીન ફર્નાન્ડિસ હોટ અંદાજમાં ડાન્સ કરતી નજરે ચડે છે. જેકલીનનું આ ગીત ભારે ચર્ચામાં છે અને તેની કેમિસ્ટ્રી પણ જોરદાર છે. 

જેકલીના આ ગીતના ડાન્સની સાથેસાથે ફીના કારણે પણ ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે આ ગીત કરવા માટે જેકલીને બે કરોડ રૂપિયા જેટલી માતબર ફી લીધી છે. આ ગીતને રેપર બાદશાહ અને નીતિ મોહને પોતાનો અવાજ આપ્યો છે. ગીતમાં પ્રભાસનો અનોખો અંદાજ જોવા મળ્યો છે.  'Badboy' ટાઇટલ ગીતમાં પ્રભાસ બેડ બોય તરીકે દેખાય છે. 

'સાહો'ના એક્શન સીન માટે દુનિયાભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. પ્રભાસની 'સાહો'ને ત્રણ ભાષામાં હિંદી, તમિળ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ વમ્સી અને પ્રમોદ દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્દેશન સુજીતે કર્યું છે. સુજીત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દેશની બહાર અને દેશના સ્થળો પર શૂટ કરવામાં આવી છે. પ્રભાસની આ ફિલ્મનું ટીઝર જોઇને તમને લાગશે કે આ એક સુપરહિરો ફિલ્મ છે. લગભગ 150 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલી આ ફિલ્મમાં આપણને ઘણા સારા એક્શન સીન્સ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news