સલમાન સિવાયના ખાન સુપરસ્ટાર સાથેનું કનેક્શન જેકીને પડ્યું ભારે, 'આ' કારણે હાથમાં સરકી ગઈ ‘ભારત’ ?

પ્રિયંકાએ ‘ભારત’ છોડી દીધી એ પછી આ રોલ માટે કેટરિના કૈફની પસંદગી કરવામાં આવી છે

સલમાન સિવાયના ખાન સુપરસ્ટાર સાથેનું કનેક્શન જેકીને પડ્યું ભારે, 'આ' કારણે હાથમાં સરકી ગઈ ‘ભારત’ ?

મુંબઈ : સલમાન ખાનની ફિલ્મ 'ભારત' વિશે ચર્ચાનું માર્કેટ ઠંડુ પડવાનું નામ જ નથી લઈ રહ્યું. આ ફિલ્મ માટે પહેલાં પ્રિયંકા ચોપડાની પસંદગી કરવામાં આવી હતી. પ્રિયંકા સિવાય આ ફિલ્મ સાથે દિશા પટની, તબુ અને નોરા ફતેહી પણ જોડાયેલા છે. જોકે, પ્રિયંકાએ આ ફિલ્મ છોડી દેતા સલમાનની હિરોઇન તરીકે કેટરિના કૈફની પસંદગી કરવામાં આવી છે. 'મિડ-ડે'ના  રિપોર્ટ પ્રમાણે જેકલીનની નજર આ મલ્ટિસ્ટારર ફિલ્મના લીડ રોલ પર હતી. તેને આશા હતી કે સલમાન તેની પસંદગી કરશે પણ આવું થયું નહોતું. જોકે આ માટે એક મોટું કારણ સામે આવ્યું છે.

હકીકતમાં ‘રેસ 3’ના રિલીઝ વખતથી જેકલિન કોઈ ફિલ્મ માટે સતત શાહરૂખ ખાનના સંપર્કમાં હતી અને આ વાત સલમાનને પસંદ નહોતી પડી. હકીકતમાં બોલિવૂડમાં સલમાન અને શાહરૂખના અલગઅલગ કેમ્પ છે અને જેકી તરીકે ઓળખાતી જેકલિનની ગણતરી સલમાનના કેમ્પની હિરોઇન તરીકે થાય છે. જોકે, જેકલિને ફિલ્મની લાલચમાં સલમાનને પુછ્યા વગર જ શાહરૂખ સાથે વાતચીત કરી હોવાથી સલમાન અપસેટ થયો હતો અને તેણે 'ભારત'માં જેકીની જગ્યાએ કેટરિનાની પસંદગી કરીને બદલો લીધો છે. 

સલમાન ખાને પોતાની ફિલ્મ 'રેસ 3'ના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે આજના સમયમાં જેકલીન ફર્નાન્ડિસ જેવી કોઈ હિરોઇન નથી. સલમાનના આ વખાણે સ્પષ્ટ કરી દીધું હતું કે જેકી તેને બહુ પસંદ છે. જોકે હાલમાં જેકલિન તેના હીરો સલમાન ખાનની બહુ નારાજ છે અને એનું કારણ છે કેટરિના કૈફ. સલમાનની નવી ફિલ્મ 'ભારત'માં પ્રિયંકાને રિપ્લેસ કરીને કેટરિનાની પસંદગી કરવામાં આવી છે અને ત્યારથી જેકલીન 'દબંગ ખાન'થી બહુ નારાજ છે.

સલમાન અને જેકલીનની જોડી 'કિક' અને 'રેસ 3' જેવી ફિલ્મમાં જોવા મળી છે. હાલમાં જેકલીને સલમાન સાથે 'ધ-બેંગ વર્લ્ડ ટૂર'નો પણ હિસ્સો હતી. આ ટૂરમાં પણ સલમાન સાથે કેટરિના હોવા છતાં લોકોને જેકલીન સાથે તેની જોડી વધારે પસંદ પડી હતી. હાલમાં કેટરિના 'ભારત'ના શૂટિંગ માટે માલ્ટા રવાના થઈ છે. આ ફિલ્મમાં કોમેડિયન-એક્ટર સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે અને એ આવતા વર્ષે જૂન મહિનામાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news