'ધ લાયન કિંગ' Review: સોશિયલ મીડિયામાં છવાયો મુફાસા અને સિંબાનો જાદુ

આ ફિલ્મ 19 જુલાઈએ અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે

'ધ લાયન કિંગ' Review: સોશિયલ મીડિયામાં છવાયો મુફાસા અને સિંબાનો જાદુ

નવી દિલ્હી : સિંહને જંગલ રાજા ગણવામાં આવે છે પણ આજે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ લાયન કિંગ' લોકોના દિલ પર રાજ કરી રહી છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે અને લોકો સોશિયલ મીડિયામાં એના ભરપુર વખાણ કરી રહ્યા છે. લોકો આ ફિલ્મ વિશે ઇમોશનલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. 

લોકો જે મેસેજ  પોસ્ટ કરી રહ્યા છે એ પ્રમાણે ફિલ્મમાં મુસાફાનો મૃત્યુનો અંદેશો છે. લોકો આ સીન વિશે અનેક ઇમોશનલ વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. 'ધ લાયન કિંગ'ના ઇંગ્લિશ વર્ઝનમાં બિયોન્સેના અવાજે પણ લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મ વિશે મળી રહેલા પ્રતિભાવથી જાણવા મળી રહ્યું છે કે ડિઝનીએ હંમેશાની જેમ જ એનિમેટેડ પાત્રોમાં જીવ ફુંકી દીધો છે. આ ફિલ્મના ટેકનિકલ પાર્ટના પણ ભારે વખાણ થઈ રહ્યા છે. 

ફિલ્મ  ‘ધ લાયન કિંગ’ હિંદીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાને કિંગ મુફાસાના પાત્રને અને તેના દીકરા આર્યને સિમ્બાના પાત્રને અવાજ આપ્યો છે. શાહરુખ ખાને એક નિવેદનમાં કહ્યું છે કે ધ લાયન કિંગ એવી ફિલ્મ છે જે દરેક પરિવારને પસંદ કરે છે. એક પિતા તરીકે હું મુફાસા અને સિમ્બાના સંબંધને અનુભવી શકું છું. તેમની સાથે જોડાવાની તક ખાસ છે. હું અને અબરામ એનો હિસ્સો છે એ જાણીને હું બહુ ઉત્સાહી છું. ‘ડિઝની ઇન્ડિયા’ના ટોચના અધિકારી વિક્રમ દુગ્ગલે પણ કહ્યું છે કે કોઈ પ્રોજેક્ટ માટે શાહરુખ અને તેના દીકરાને સાથે લાવવાનું કામ ખાસ છે. આ ફિલ્મ 19 જુલાઈએ અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. આર્યન ફિલ્મોમાં આવતા પહેલાં જ સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિય થયો છે. ઇન્સ્ટાગ્રામ પર આર્યનના 9 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે. આર્યનના નામે અનેક ફેન ક્લબ પેજ બનેલા છે. હાલમાં આર્યન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી ફિલ્મમેકિંગનો કોર્સ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news