કેન્સરની હોવાની અટકળો વચ્ચે સંજય દત્તનું મોટું નિવેદન, કહ્યું મેડિકલ ટ્રીટમેન્ટ માટે લીધો છે બ્રેક

આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.

Updated By: Aug 11, 2020, 11:18 PM IST
કેન્સરની હોવાની અટકળો વચ્ચે સંજય દત્તનું મોટું નિવેદન, કહ્યું મેડિકલ ટ્રીટમેન્ટ માટે લીધો છે બ્રેક

મુંબઇ: આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પરંતુ પોતાના પાલી હિલના ઘરમાં પહોંચ્યાના બીજા દિવસે જ સંજય દત્તે હશે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી દીધી છે. 

સંજય દત્તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લખ્યું કે ''હાય દોસ્તો, હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી થોડો બ્રેક લઇ રહ્યો છું. મારો પરિવારા અને મારા મિત્રો મારી સાથે છે અને હું મારા શુભચિંતકોને ગુજારિશ કરું છું કે મારી તબિયતને લઇને બિનજરૂરી અનુમાન ન લગાવો. તમારા બધાનો પ્રેમ અને શુભકામનાના કારણે હું જલદી જ પરત ફરીશ.'

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં સંજય દત્તને કેન્સર હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી કોઇએ પણ સંજય દત્તને કેન્સર હોવાની પુષ્ટિ કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્સરની અટકળો લીધે સંજય દત્તે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરી મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube