સાઇના નેહવાલની ફિલ્મનું શૂટિંગ શરૂ, શ્રદ્ધા કપૂર કરી રહી છે સાઇનાનું કેરેક્ટર

ફિલ્મ સાઇના નેહવાલની ચર્ચાઓ પાછલા કેટલા વર્ષોથી ચાલી રહી છે પંરતુ ફિલ્મના શૂટિંગ શરૂ થઇ ગયું છે. મુંબઇના મડ આઇલેન્ડમાં સાઇનાનું કેરેક્ટર નિભાવી રહેલી શ્રદ્ધા કપૂરે પોતાનો પહેલ શોર્ટ આપ્યો છે

સાઇના નેહવાલની ફિલ્મનું શૂટિંગ શરૂ, શ્રદ્ધા કપૂર કરી રહી છે સાઇનાનું કેરેક્ટર

મુંબઇ (સોનલ સિંહ): ફિલ્મ સાઇના નેહવાલની ચર્ચાઓ પાછલા કેટલા વર્ષોથી ચાલી રહી છે પંરતુ ફિલ્મના શૂટિંગ શરૂ થઇ ગયું છે. મુંબઇના મડ આઇલેન્ડમાં સાઇનાનું કેરેક્ટર નિભાવી રહેલી શ્રદ્ધા કપૂરે પોતાનો પહેલ શોર્ટ આપ્યો છે. આ શોર્ટ એટલા માટે ખાસ છે કેમકે આ સમયે સાઇના નેહવાલના માતા-પિતા પણ હાજર હતા. પિતા હરવીર સિંહ અને મા ઉષાએ પોતાની દીકરી સાઇનાની બાયોપિક કરી રહેલી શ્રદ્ધાને શુભકામનાઓ અને આશીર્વાદ પણ આપ્યા હતા.

નેશનલ ઇન્ટરનેશનલ પ્લેયર બેડમિન્ટન પર ખાસ જગ્યા બનાવનારી સાઇના નેહવાલ પર બાયોપિક બનવવામાં આવી રહી છે. જેમાં સાઇના નેહવાલનો રોલ શ્રદ્ધા કપૂર કરી રહી છે. શૂટ દરમિયાન લુક, ડ્રેસિંગ સેન્સ, બોડી લેંગ્વેજથી તો શ્રદ્ધા એકદમ સાઇનાની જેવી જોવા મળી હતી. સાઇનાની જિંદગીનો સૌથી મહત્વનો ભાગ તેનો બેડમિન્ટનની રમત છે.

A post shared by Shraddha (@shraddhakapoor) on

ફિલ્મના માટે બેડમિન્ટનની ખાસ ટ્રેનિંગ લીધી છે શ્રદ્ધાએ
પાછલા કેટલા વર્ષોથી સતત શ્રદ્ધા બેડમિન્ટનની ટ્રેનિંગ લઇ રહી છે. કેમકે માટો પરદા પર શ્રદ્ધા એકદમ સાઇનાની જેમ બેડમિન્ટન રમત રમવા માંગે છે. ફિલ્મના મુહૂર્તના સમયે સાઇનાના માતા-પિતા હાજર રહ્યાં હતા. શ્રદ્ધાને સાઇનાના રૂપમાં જોઇ માત્ર ખુશ નહીં પણ ભાવુક પણ થઇ ગયા હતા. સાઇનાના પિતાનું માનવું છે કે આ આખી ટીમ જે રીતે મહેનત અને સમર્પણથી કામ કરી રહ્યા છે, તેમને આશા છે કે સાઇનાના વાસ્તવિક જીવનની ઘટનાઓ જોઇ, આવનારા ઉતાર-ચડાવ, અડચણોને જોઇ છોકરીઓ પ્રેરિત હશે અને આશા છે કે સ્પોર્ટ્સની તરફ આકર્ષિત થઇ તેમાં ભાગ લેશે.

ઘણા વર્ષોથી ઝીણવટપૂર્વક બેડમિન્ટન શીખી રહી છે શ્રદ્ધા
શ્રદ્ધા કપૂર ઘણા વર્ષોથી ઝીણવટપૂર્વક બેડમિન્ટન શીખી રહી છે. ફિલ્મના શૂટિંગને શુરૂ કરવાની વાત પર શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે, જ્યારે તમે કોઇ બાયોપિક બનાવી રહ્યાં હોવ છો અને તેને સારી રીતે બનાવવા માંગો છે તો તેમા સમય લાગે છે. અત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે અને આશા છે કે તેમની મહેનત જરૂર રંગ લાવશે.

અમોલ ગુપ્તાએ કરી શ્રદ્ધાના ટ્રેનર્સની પ્રસંશા
ફિલ્મ સાઇના નેહવાલની બાયોપિકને અમોલ ગુપ્તા દિગ્દર્શિત કરી રહ્યા છે. આ ફિલ્મના ટી સીરીઝના ભૂષણ કુમાર નિર્માતા છે. અમોલ ગુપ્તાનું માનવું છે કે ફિલ્મના સૌથી મહત્વપુર્ણ આદર્શ તે બે લોકો છે જેમણે સાઇનાના કેરેક્ટર માટે શ્રદ્ધાને ટ્રેન કરી છે. તેઓ છે શ્રીકાંત વાધ અને પ્રતીક ગંધારે. ટીમ સાઇના કમર કસીને તૈયારી છે અને ફિલ્મને ટુંક સમયમાં પૂરી કરી મોટા પરદા પર દેશની તે દીકરીની સ્ટોરી લોકોને બતાવવા માટે ઉત્સુક છે, જેણે બેડમિન્ટનની રમતમાં માત્ર ઇતિહાસ નથી પરંતુ બેડમિન્ટનમાં ભારતીય મહિલા ખેલાડીને ટોચના સ્થાન પર પહોંચડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news