આ હિરોઇને સોશિયલ મીડિયામાં શેયર કર્યો અત્યંત અંગત અનુભવ અને લખ્યું કે...

સુમાનાએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ પોસ્ટ શેયર કરી છે

આ હિરોઇને સોશિયલ મીડિયામાં શેયર કર્યો અત્યંત અંગત અનુભવ અને લખ્યું કે...

નવી દિલ્હી : ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જેટલી લોકપ્રિયતા છે એટલો જ તણાવ પણ છે. આ તણાવનો સામનો કરતી વખતે ઘણીવાર વ્યક્તિ ખરાબ આદતના ચક્કરમાં પડી જાય છે. ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ હાલમાં જ આવી સ્મોકિંગ જેવી ખરાબ આદતથી છુટકારો મેળવી લીધો છે. તેણે પોતાના આ સંઘર્ષનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. 

‘ધ કપિલ શર્મા’ શોમાં કપિલ શર્માની પત્નીનો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી તે વખતે ચર્ચામાં આવી જ્યારે શોના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી. આ ઘટનાના લગભગ બે વર્ષ બાદ સોશિયલ મીડિયા પર તેણે એક પોસ્ટ મુકી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

2 Years Ago! the week following a dear friend’s bday... I QUIT. Simply went cold turkey. No nicotine patch, no vape. Nothing. Haven’t touched since then. Was it difficult, hell yeah. But now my body rejects smoke. Cant stand in a room where ppl are smoking anymore. . “It is so hard to leave- Until you leave. And then it is the easiest goddamned thing in the world” - John Green . . Why am i sharing this? Because being an actor is a part of my life. People follow us. Like us. Love us. Criticise us. Admire us. Hopefully with this i can inspire a few. The most important reminder being we are all flawed human beings which is quite non existent on social media. So here’s a small dose of reality. #soonerthebetter #itsnevertoolate #allthatglittersisnotgold

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

એક સમય એવો હતો જ્યારે સુમોનાને સ્મોકિંગની લત લાગી ગઈ હતી. જો કે તેણે હવે પૂરી રીતે સ્મોકિંગ કરવાનું છોડી દીધું છે. સુમોનાએ વધુમાં લખ્યું છે કે, ‘કેટલાક સમય પહેલા હું તુર્કી ગઈ હતી પરંતુ નિકોટિનને હાથ પણ ન લગાડ્યો. સહેજ પણ નહીં. નિકોટિનને અડી પણ નહીં. સ્મોકિંગ છોડવું ઘણી તકલીફદાયી છે પરંતુ ત્યાં સુધી જ જ્યા સુધી તમે તેને છોડતા નથી. બાદમાં તે સરળ હતું. હું આ તમારા સાથે કેમ શેર કરી રહી છું? કારણ કે હું એક એક્ટર છું અને લોકો મને ફોલો કરે છે, પસંદ કરે છે, પ્રેમ કરે છે, નિંદા કરે છે અને પ્રશંસા પણ કરે છે. આશા છે કે કેટલાક લોકોને પણ પ્રેરણા મળશે’.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news