ક્યાં કારણે થયું સુશાંતનુ મોત? સામે આવ્યો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ
હવે પોલીસને સુશાંત કેસમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી ઘણી જરૂરી વાતો જણાવવામાં આવી છે.
Trending Photos
મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput suicide)ના નિધન બાદ પોલીસે શરૂઆતી કાર્યવાહી કરી તેને આપઘાતનો કેસ જણાવ્યો હતો. ત્યારબાદ શરૂઆતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સુશાંતના મોતનું કારણ આત્મહત્યા જણાવવામાં આવ્યું હતું. હવે પોલીસને સુશાંત કેસમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે. તે રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના નિધન સાથે જોડાયેલી ઘણી મહત્વની જરૂરી વાત જણાવવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે કારણ કે સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો લગાવ્યો હતો, તેથી શ્વાસ રોકાવાને કારણે તેનું મોત થયું હતું. અભિનેતાના વિસરાને પણ કેમિકલ તપાસ માટે સંભાળીને રાખવામાં આવ્યા છે. જાણવા મળ્યું કે, આ પહેલા જે પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો, તેને ત્રણ ડોક્ટરોએ સાઇન કર્યો હતો, તો ફાઇનલ રિપોર્ટમાં પાંચ ડોક્ટરોએ સહી કરી છે. આ રિપોર્ટ તૈયાર કરવા સમટે ઘણી તપાસ કરવામાં આવી છે.
ગુંગળામણને કારણે થયુ સુશાંતનું મોત
રિપોર્ટ તે વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે સુશાંતના શરીર પર કોઈ બહારની ઈજાના નિશાન નહતા. તેના નખ પણ સાફ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ આપઘાત જ જણાવવામાં આવ્યો છે. રિપોર્ટ અભિનેતાના મોતના કારણો પર કોઈપણ પ્રકારના સવાલ ઊભા કરી રહી નથી.
જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
તો મુંબઈ પોલીસે પણ પોતાની કાર્યવાહીમાં ઘણા ખુલાસા કર્યાં છે. પહેલા સુશાંતના મોતને અભિનેતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના નિધન સાથે જોડીને જોવામાં આવી રહી હતી. પરંતુ પોલીસે હવે આવા કોઈ કનેક્શનથી ઇનકાર કરી દીધો છે. પોલીસ પ્રમાણે, દિશા સુશાંતને માત્ર એકવાર મળી હતી તેથી આ કનેક્શન ન જોડી શકાય.
23 લોકોની પૂછપરછ
પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો અત્યાર સુધી 23 લોકોની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. અભિનેતાના ચાર્ટર્ડ એકાઉન્ટનું પણ નિવેદન નોંધવામાં આવશે. તેવામાં પોલીસે અત્યાર સુધી રિયા ચક્રવર્તી, બિઝનેસ મેનેજર, પીઆર મેનેજર, કુશાલ જાવેરી જેવા ઘણા લોકોના નિવેદન નોંધ્યા છે. આ બધા લોકો ન માત્ર સુશાંતના નજીકના રહ્યા પરંતુ તેના કરિયરની સાથે પણ કનેક્શન જોવા મળ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે