'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો 13 વર્ષોથી લોકોને મનોરંજ પુરૂ પાડી રહ્યો છે. આ શોના તમામ કલાકાર લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે.

'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો 13 વર્ષોથી લોકોને મનોરંજ પુરૂ પાડી રહ્યો છે. આ શોના તમામ કલાકાર લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)' ની લાંબી પહોળી સ્ટાર કાસ્ટ અને તમામ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ફેન્સ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેમના વિશે કંઇક ને કંઇ નવું શોધે છે. એવામાં અમે તમારા માટે શોના એક્ટરના જૂના ફોટા લઇને આવ્યા છીએ. હવે જોવાની વાત એ છે કે શું તમે તેને ઓળખી શકો છો. 

શરદ સાંકલાનું 'ચાર્લી ચેપ્લિન' પાત્ર થયું પોપ્યુલર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો ના એક પાત્રએ ઘણા વર્ષો સુધી 'ચાર્લી ચેપ્લિન' નું પાત ભજવી રહ્યા છે. આ કોઇ બીજું નહી પરંતુ તમામ્ના ફેવરેટ અબ્દુલ એટલે શરદ સાંકલા છે. શરદ સાંકલા (Sharad Sankla) શોની શરૂઆતથી આજ દીન સુધી જોડાયેલા છે. શરદે ઘણી બોલીવુડ ફિલ્મો અને ડેલી સોપમાં કામ કર્યું છે. તે ઇડસ્ટ્રીમાં લાંબા સમયથી છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે. 

લોકોના કહેવા લાગ્યા ઇન્ડિયન 'ચાર્લી ચેપ્લિન'
ભલે જ શરદ સાંકલા (Sharad Sankla) ને અસલ ઓળખ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના અબ્દુલથી મળી, પરંતુ તે પહેલાં પણ તે ઘણા યાદગાર પાત્ર ભજવી ચૂક્યા છે. આ પાત્રોમાં સૌથી ખાસ રહ્યું 'ચાર્લી ચેપ્લિન'નું પાત્ર, જેને તેમણે 20 થી વધુ વખત અલગ-અલગ ફિલ્મો, ડેલી સોપ અને થિયેટર એક્ટ્સમાં ભજવ્યું છે. શરદ સાંકલાએ આ પાત્રને એટલીવાર ભજવવમાં આવ્યું કે તેમને ઇંડીયન 'ચાર્લી ચેપ્લિન' પણ કહેવામાં આવે છે. 

'બાજીગર' માં બન્યા હતા 'ચાર્લી ચેપ્લિન'
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં પણ તે ફેન્સી ડ્રેસ પ્રોગ્રામમાં 'ચાર્લી ચેપ્લિન' બન્યા હતા. એટલું જ નહી શરદ ફિલ્મ 'બાજીગર' માં પણ 'ચાર્લી ચેપ્લિન' બનેલા જોવા મળ્યા હતા. તેમણે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. શરદ સાંકલા (Sharad Sankla) એ આ પાત્રને એટલીવાર પુરૂ પાડ્યું કે ઘણા લોકો તેમને હકિકતમાં 'ચાર્લી ચેપ્લિન' સમજવા લાગ્યા હતા. શરદે પોતાના કેરિયરની શરૂઆતના દિવસોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની સાથે પણ કામ કર્યું. બંને સીરિયલ 'કભી યે કભી વો' માં જોવા મળ્યા હતા. આ પણ એક કોમેડી શો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news