આર્ટિકલ 15નું ટ્રેલર લોન્ચ, જોઈને રૂંવાડા થશે ઉભા અને આંખમાં આવી જશે પાણી

બહુચર્ચિત ફિલ્મ ‘મુલ્ક’ બાદ ડિરેક્ટર અનુભવ સિંહાની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 15’ની ભારે ચર્ચા છે. ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે

આર્ટિકલ 15નું ટ્રેલર લોન્ચ, જોઈને રૂંવાડા થશે ઉભા અને આંખમાં આવી જશે પાણી

મુંબઈ : બહુચર્ચિત ફિલ્મ ‘મુલ્ક’ બાદ ડિરેક્ટર અનુભવ સિંહાની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 15’ની ભારે ચર્ચા છે. ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે, જેમાં તે એક પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. ફિલ્મની ટીમનો દાવો છે કે આ ફિલ્મનો વિષય એવો છે જેના પર આજ સુધી એકપણ ફિલ્મ બની નથી. આ ફિલ્મમાં જાતિવાદના મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યો છે. 

અનુભવ સિન્હા અને આયુષ્માન પહેલીવાર બંને એકબીજા સાથે કામ કરી રહ્યા છે.  અત્યારસુધી એકદમ હટકે ફિલ્મો કરનાર આયુષ્માને ગયા વર્ષે અંધાધુન અને બધાઈ હો જેવી હિટ ફિલ્મ આપી હતી. આ ફિલ્મમાં આયુષ્માન સિવાય ઈશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, એમ નાસિર, આશીષ વર્મા, સુશીલ પાંડે જેવા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું કે, ‘મને હંમેશા દેશની રાજનૈતિક અને સામાજિક સ્થિતિમાં રસ રહ્યો છે. આપણે ત્યાં ભાગ્યે જ એવી ફિલ્મ બને છે જે સ્થિતિને નિરપેક્ષ રીતે રજૂ કરતી હોય. મને ફિલ્મ મુલ્ક ખૂબ જ ગમી હતી. આ એક સાંપ્રદાયિકતા અને આતંકવાદ પર આધારિત બેલેન્સ્ડ ફિલ્મ હતી. આ ફિલ્મમાં અનુભવ સિંહા સાથે કામ કરવાનો મારો અનુભવ બહુ રસપ્રદ રહ્યો છે.’.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news