Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો

દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે તો તમામ રેકોર્ડ તૂટ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 24879 દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં 487 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ 767296 કેસ થયા છે. જેમાંથી 269789 એક્ટિવ કેસ છે અને 476378 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોવિડ 19થી અત્યાર સુધીમાં કુલ 21129 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 
Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોટો વિસ્ફોટ...આંકડો જાણીને ચોંકશો

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે તો તમામ રેકોર્ડ તૂટ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 24879 દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં 487 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ 767296 કેસ થયા છે. જેમાંથી 269789 એક્ટિવ કેસ છે અને 476378 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોવિડ 19થી અત્યાર સુધીમાં કુલ 21129 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

— ANI (@ANI) July 9, 2020

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 223724 કેસ નોંધાયા છે. જ્યારે 9448 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં કોરોનાનો પ્રકોપ છે. અત્યાર સુધીમાં કુલ 122350 કેસ નોંધાયા છે જ્યારે 1700 લોકોના જીવ ગયા છે. 

જુઓ LIVE TV

ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના 104864 કેસ નોંધાયા છે અને 3213 લોકોના મૃત્યુ થયા છે. આ બાજુ ગુજરાતમાં પણ અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો આંકડો 38333 પર પહોંચ્યો છે અને 1993 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news