અનુષ્કાને Google Search દેખાડી રહ્યું છે ક્રિકેટર રાશિદ ખાનની પત્ની, જાણો શું છે મામલો

why is Google showing Anushka Sharma as Afghanistan cricketer Rashid Khan wife: હાલમાં ગૂગલમાં અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની વાઇફ સર્ચ કરવા પર અનુષ્કાનું નામ આવી રહ્યું છે. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને લોકો તેના પર મીમ્સ શેર કરી રહ્યાં છે. 

અનુષ્કાને Google Search દેખાડી રહ્યું છે ક્રિકેટર રાશિદ ખાનની પત્ની, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ આજકાલ કોઈએ કંઈ માહિતી જોતી હોય તો તેના માટે ગૂગલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ગૂગલ પણ ક્યારેક-ક્યારેક એવો જવાબ આપે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવું કંઈક ગૂગલે હાલમાં કર્યું છે. હકીકતમાં ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની વાઇફ વિશે પૂછવા પર ગૂગલ તેનો જવાબ અનુષ્કા શર્મા જણાવી રહ્યું છે. ત્યારબાદ આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. 

હકીકતમાં જ્યારે ગૂગલ પર રાશિદ ખાનની વાઇફ વિશે ચર્ચ કરીએ તો ગૂગલ ન માત્ર રાશિદ ખાનને મેરિડ જણાવી રહ્યુ છે પરંતુ તેના વાઇફના નામની આગળ અનુષ્કા શર્મા જણાવી રહ્યું છે. ગૂગલ લગ્નની તારીખમાં પણ 11 ડિસેમ્બર 2017 જણાવી રહ્યું છે જે દિવસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયા હતા. 

Anushka Sharma Rashid Khan Wife

હવે તે વાત તો બધા જાણે છે કે અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે. અનુષ્કા આ સમયે પ્રેગનેન્ટ છે અને જાન્યુઆરીમાં પોતાના પ્રથમ બાળકને જન્મ આપશે. હવે પ્રેગનન્સી સિવાય અનુષ્કા ગૂગલના આ નવા કારનામાને કારણે વધુ ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ વિશે મીમ્સ બનાવીને શેર કરી રહ્યાં છે. પરંતુ સવાલ તે છે કે આખરે ગૂગલ આવું ખોટું પરિણામ કેમ દેખાડી રહ્યું છે. 

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના ટ્વીટ પર મેચ ફિક્સિંગની અફવા, ફ્રેન્ચાઇઝીએ કર્યું ડિલીટ

બધા લોકો જાણે છે કે ગૂગલ આ કેમ દેખાડી રહ્યું છે. હકીકતમાં વર્ષ 2018માં રાશિદ ખાને એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યુ હતુ. આ દરમિયાન એક ફેનના સવાલના જવાબમાં રાશિદ ખાને અનુષ્કા શર્મા અને પ્રીતિ ઝિંટાને પોતાની ફેવરિટ બોલીવુડ હિરોઇન ગણાવી હતી. ત્યારબાદ રાશિદ ખાન ટ્રેન્ડમા આવી ગયો હતો અને ઘણી જગ્યાએ અનુષ્કા તેની ફેવરિટ હિરોઇન સ્ટોરી ચાલી હતી. ઘણી સ્ટોરીમાં અનુષ્કા અને રાશિદ ખાનનું નામ એક સાથે આવ્યા બાદ હવે ગૂગલ આ બંન્નેને પતિ-પત્ની જણાવી રહ્યું છે. આશા છે કે ગૂગલના આ ટેક્નિકલ પ્રોબ્લેમનો જલદી ઉકેલ આવી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news