અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, સરડોઇમાં 3 ઈંચથી વધુ વરસાદ

અરવલ્લી મોડાસાના ગ્રામ્યપંથકમા ધોધમાર વરસાદ ખાબક્યો છે. સરડોઈ, સજાપુર, ઉમેદપુર પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે, સાક્લોનિક સરક્યુલેશન એક્ટિવ હોવાથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, સરડોઇમાં 3 ઈંચથી વધુ વરસાદ

સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી મોડાસાના ગ્રામ્યપંથકમા ધોધમાર વરસાદ ખાબક્યો છે. સરડોઈ, સજાપુર, ઉમેદપુર પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે, સાક્લોનિક સરક્યુલેશન એક્ટિવ હોવાથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

સાક્લોનિક સરક્યુલેશન એક્ટિવ હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગામી કરી છે. સાથે સાથે ભારેતી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારથી અરવલ્લી મોડાસાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરડોઈ ગામમાં ડુંગર પરથી પાણી આવતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

જો કે, એક કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકામાં સૌથી વધુ પોશીનામાં 10 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડબ્રહ્મા 06 મિમી, વિજયનગર 05 મિમી અને ઇડરમાં 05 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે હજી પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news