PM મોદીએ દેશવાસીઓને ફેંક્યો પડકાર, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ સૌથી પહેલા સ્વીકાર્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષાના પડકારને તરત સ્વીકારી લીધો અને 'બહુવચનમ' શબ્દ ટ્વીટ કર્યો.

PM મોદીએ દેશવાસીઓને ફેંક્યો પડકાર, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ સૌથી પહેલા સ્વીકાર્યો

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષાના પડકારને તરત સ્વીકારી લીધો અને 'બહુવચનમ' શબ્દ ટ્વીટ કર્યો. જેનો અર્થ મલિયાલમમાં બહુવચન થાય છે. થરૂરની આ ટ્વીટ પીએમ મોદી બાદ તરત જ આવી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એક કાર્યક્રમને ગઈ કાલે સંબોધ્યો હતો. જેમાં કહ્યું હતું કે આપણે ઓછામાં ઓછો એક શબ્દ દેશમાં બોલાનારા 10-12 ભાષાઓમાં લખીને શરૂઆત કરવી જોઈએ. વડાપ્રધાને કહ્યું કે આ પ્રકારે એક વ્યક્તિ વર્ષમાં 300થી વધુ નવા શબ્દો શીખી શકે છે. 

सुनिए एक उदाहरण… pic.twitter.com/diV0RbyQiV

— Narendra Modi (@narendramodi) August 30, 2019

શશિ થરૂરે કહ્યું કે વડાપ્રધાનના ભાષાના પડકારના જવાબમાં  હું રોજે રોજ અંગ્રેજી, હિન્દી અને મલયાલમમાં એક શબ્દ ટ્વીટ કરીશ. અન્ય લોકો તેને બીજી ભાષામાં ટ્વીટ કરી શકે છે. આ પહલો છે.... પ્લુરલિઝમ (અંગ્રેજી), બહુલવાદ (હિંદી), બહુવચનમ (મલિયાલમ). એક કલાક બાદ થરૂરે બહુલવાદના મલયાલમમાં બે અન્ય અર્થ સૂચવ્યાં. થરૂર અનેક અવસરે ટ્વીટર યૂઝર્સને શબ્દકોશના ઉપયોગ માટે પ્રેરિત કરે છે. 

— Shashi Tharoor (@ShashiTharoor) August 30, 2019

થરૂરે હાલમાં જ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના સમર્થનમાં ટ્વીટ કરતા કહ્યું હતું કે 'આ તમારા ચરિત્ર માટે સન્માનની વાત છે કે સાહસ અને વિશ્વાસ સાથે અત્યાચાર સામે ઊભા છો. મારું માનવું છે કે અંતમાં જીત તો ન્યાયની જ થશે. ત્યાં સુધી આપણે દુર્ભાવનાથી ગ્રસ્ત લોકોને બીજાને દુ:ખમાં જોઈને ખુશ થવાની તક આપવી પડશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news