રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ડાંગમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરમાં 3 ઇંચ વરસાદ અને ગીર સોમનાથમાં 2 ઇંચ જેટલો વરસાજ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ડાંગમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરમાં 3 ઇંચ વરસાદ અને ગીર સોમનાથમાં 2 ઇંચ જેટલો વરસાજ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. જેને લઇ રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ આજે વહેલી સવારથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો આ સાથે રાજ્યના કેટલાક તાલુકાઓમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી. તો કેટલાક તાલુકાઓમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં સવાર 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારથી પડેલા અત્યાર સુધીના વરસાદમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડાંગમાં બે કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ડાંગમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગના આહવામાં પણ બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. અમરેલીના વાડીયામાં બે કલાકમાં પણો બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડામાં અને જૂનાગઢના ભેસાણમાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news