શ્રમિક પરિવારના 5 વર્ષના પુત્રને કૂતરાના ઝુંડે કરડી ખાધો, 25 બચકાં ભરી લેતાં એકના એક દીકરાનું મોત
સુરત શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: ભેસ્તાનમાં મજૂરી કામ કરતા પરિવારના પાંચ વર્ષીય બાળક પર કૂતરાના ઝુંડનો હુમલો, બાળકને આખા શરીર પર બચકા ભરી લીધા, બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. માતા-પિતાના હૈયાફાટ રૂદનથી સિવિલ તંત્ર ધ્રુજી ઊઠ્યું.બાળક ના મોત બાદ પાલિકા જાણે કોઈ મોટું કામ કર્યું હોય તેમ કુતરા પકડવા માટે ટિમ આવી હતી. જો આ ટીમ એક દિવસ પહેલા આવતે તો આજે બાળક પોતાના પરિવાર સાથે હોત.
સુરત શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા - પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલ પરિષદ ધ્રુજી ઉઠ્યું હતું.
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ શમી નથી ત્યાં ભેસ્તાન વિસ્તારમાં વધુ એક 5 વર્ષીય બાળકને શ્વાને બચકા ભરીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સુરત શહેરમાં ફરી એક વખત ચકચાર મચી જવા પામી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
મુળ મધ્ય પ્રદેશના વતની પારગી રસુલભાઈ પોતાની પત્ની અને બે બાળકી તેમજ 5 વર્ષીય પુત્ર સાહિલ સાથે રોડ બનાવવાના કામમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર આજે ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલી સરકારી સ્કુલ પાસે કામ કરી રહ્યો હતો. દરમ્યાન તેઓનો 5 વર્ષીય પુત્ર સાહિલ નજીક રમી રહ્યો હતો. દરમ્યાન ત્યાં 5 થી 6 જેટલા શ્વાનનું ઝુંડ બાળકને ઘેરી લઈને આવી પહોચ્યા હતા અને સાહિલ પર તૂટી પાડ્યા હતા.
બાળક રમી રહ્યો હતો તે દરમ્યાન ત્યાં શ્વાનોનું ઝુંડ આવીને બાળક પર તૂટી પાડ્યું હતું. બાળકને આખા શરીર પર બચકા ભરી લીધા હતા. સ્વાનએ બાળકના પેટ, ગાલ તેમજ શરીરના અન્ય ભાગે બચકા ભરી લીધા હતા.ત્યારે બાળકના બૂમાબૂમ કરવાથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના હુમલાથી છોડાવ્યો હતો. પરંતુ તે પહેલા બાળકને ખૂબ જ ગંભીર રીતે કુતરાઓએ બચકા ભરી લીધા હતા. જેને લઇ બાળક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઇ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
બાળકના પિતા સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા આરસીસી રોડના સાઈડ ઉપર હતા જ્યારે બાળક અને માતા રેતી કપચી માટે સહિત રોડનો બનાવવા માટેનો જે પ્લાન્ટ રાખ્યો આવ્યો છે ત્યાં રહેતા હતા. માતા પ્લાન્ટ પર કામ કરી રહ્યા હતા દરમિયાન તેમનો પુત્ર સહીલ અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન અચાનક પાંચ થી સાત કરતા વધુ કુતરાઓનું ઝુંડ આવ્યું હતું અને બીજા બધા છોકરાઓને છોડી માત્ર સાહિલને જ ઘેરી લીધો હતો અને તેની પર હુમલો કર્યો હતો.બાળકના આખા શરીરે શ્વાનોએ બચકા ભર્યા હતા. બાળકે બુમાબુમ કરતા તેની માતા અને અન્ય લોકો દોડી આવ્યા હતા. એકના એક દીકરાને શ્વાનોએ બચકાં ભરી લેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.
એક તરફ બાળક લોહી લુહાણ હોય બાળકને લઈને માતા પિતા હોસ્પિટલ દોડ્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલ પહોચે અને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારનું હૈયાફાટ જોવા મળ્યું હતું. પરિવારમાં બે નાની દીકરી અને એકનો એક દીકરો હતો. પાંચ વર્ષના એક ના એક વ્હાલ સોયા દીકરાનું કરુણ મોત થતા સિવિલ હોસ્પિટલ ખાતે માતા પિતાનું હૈયાફાટ હૈયાફાટ રુદન કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં શ્રમિક માતા પિતાના હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલ તંત્ર ધ્રુજી ઉઠ્યું હતું.
સુરતમાં જે રીતે એક પછી એક માસુમ બાળકો સ્વાન કરડવા ના કારણે મોત થઇ રહ્યા છે.બાળક ના મોત બાદ મીડિયા માં અહેવાલ ચાલતા પાલિકા તંત્ર જાણે મોટી ધાડ મારી હોય તેમ જ્યાં બાળક નું મોત થયું તે જગ્યા પર કુતરા પકડવા ની ટિમો આવી અને 3 કુતરાઓ ને પકડી લઈ ગયા જો પાલિકા દ્વારા એક દિવશ કે થોડા પહેલા ટિમો આવી હોત તો આજે આ માસુમ બાળકનો જીવ ના જતે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે