વલસાડ : બ્રેક-અપ પછી યુવક ભુલ્યો ભાન, ગુસ્સામાં પ્રેમિકા સાથે કરી બેઠો ન કરવાનું
લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Trending Photos
વલસાડ : વલસાડમાં લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ચણવઇના એકતા ફળિયામાં રહેતા મુસ્લિમ પ્રેમી અજમલ અન્સારી અને પારનેરા ચણવઇ રોડ પર રહેતી હિન્દુ પ્રેમિકા સુરભી જોશી વચ્ચેના બ્રેક-અપ પછી પ્રેમીએ ગુસ્સે થઈને પ્રેમિકા પર એસિડ એટેક કર્યો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. આ મામલે પ્રેમિકાએ પ્રેમી, તેની ભાભી અને માતા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલામાં પોલીસે યુવતીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો જોઈએ તો 22 વર્ષની સુરભીએ નોંધાવેલી પોલીસ ફરિયાદની વિગતો પ્રમાણે સુરભી ધો.12 સુધી ભણ્યા બાદ ઘરે જ હતી. બે અઢી વર્ષ પહેલા નાની ચણવઇના એકતા ફળિયામાં રહેતા અજમલ અન્સારી સાથે ઓળખાણ થઇ હતી. ત્યારથી તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે 2017ના એપ્રિલ મહિનાથી તેમના સંબંધોનો અંત આવ્યો હતો. આ પછી 16 મે, 2018ના રોજ બપોરે સવા બારેક વાગ્યાના સુમારે સુરભી વશીયર ખાતે બહેનપણીને મળવા આવી ત્યારે અજમલ તેને મળ્યો હતો.ત્યારે અજમલે સુરભીને પોતાના ઘરે જઇ શાંતિથી વાતો કરીશું તેવું જણાવી સ્કૂટી પર બેસીને અજમલના ઘરે ચણવઇ ગયા હતા.અજમલે ત્યાં સ્કુટીની ચાવી કાઢી લીધી હતી.
દરમિયાન અજમલની માતા અને ભાભીએ ઘરમાથી એક લાકડું લઇને આંગણામાં દોડી આવી ત્રણે જણાએ સુરભીને ઢિક્કામૂક્કીનો માર મારતાં સુરભી ગભરાઇ ગઇ હતી.તે દરમિયાન પ્રેમી અજમલએ લાકડુ લઇને સુરભીના ડાબા ખભા પર માર માર્યો હતો અને અજમલની ભાભીએ ઘરમાંથી એસિડની બોટલ લઇ આવી સુરભીના શરીર પર એસિડ ફેંકી દીધું હતું. આ દરમિયાન અજમલની માતાએ સુરભીને બાંધી દેવા માટે દોરી લઇને આવતા સુરભી અત્યંત ભયભીત થઇ જતાં ત્યાંથી ભાગી રોડ ઉપર આવી ગઇ હતી.જ્યાં રાહદારીની મોટરસાઇકલ પર બેસી ચણવઇ ચારરસ્તા પર પહોંચી ગઇ હતી.
હાલમાં સુરભીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે અને આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે