કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યા બાદ અલ્પેશની ઠાકોર સેનાના પડ્યા બે ભાગ

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના સતત વિવાદોમાં રહી છે. હવે ઠાકોર સેનાના પણ બે ભાગ પડી ગયા છે. ત્યારે આજે રાઘનપુર ખાતે ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં 200 થી 300 ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજના આગેવાનો રહ્યા હાજર હતા. 

કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યા બાદ અલ્પેશની ઠાકોર સેનાના પડ્યા બે ભાગ

પ્રેમલ ત્રિવેદી/પાટણ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના સતત વિવાદોમાં રહી છે. હવે ઠાકોર સેનાના પણ બે ભાગ પડી ગયા છે. ત્યારે આજે રાઘનપુર ખાતે ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં 200 થી 300 ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજના આગેવાનો રહ્યા હાજર હતા. 

મહત્વનું છે, કે ઠાકોર સેનાના સમર્થનને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઠાકોર સેના કોઇનો વિરોધ નહી કરે જેને જ્યાં મતદાન કરવું હોય ત્યાં કરી શકે છે. મહત્વનું છે, કે અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત બાદ ક્ષત્રિય ઠાકોર સેનામાં હવે બે ફાટા પડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

ભાજપના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે તપાસના આદેશ

મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, અલ્પેશે ભાજપના ઈશારે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. તેણે પોતાના અંગત સ્વાર્થ માટે આ નિર્મય લીધો છે. અલ્પેશે સમાજનો વિશ્વાસઘાત કર્યો છે અને સમાજ તેને કદી માફ નહીં કરે. અલ્પેશ ઠાકોરને મામલે હવે ઠાકોર સેનામાં બે ફાડ પડી જતાં મતોનું ધ્રુવીકરણ થાય એવા એંધાણ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડી શકે છે.

 

રામજી ઠાકોરે અલ્પેશ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, "અલ્પેશે સાત વર્ષમાં ઠાકોર સમાજને કશું આપ્યું નથી. અલ્પેશ ઠાકોરે મને અને અન્ય બે ધારાસભ્યોને ચૂંટણી હરાવી હતી. તે ગેરમાર્ગે દોરીને સમાજ સાથે ગદ્દારી કરી રહ્યો છે. રામજી ઠાકોરે કહ્યું કે, "ઠાકોર સેના કોગ્રેસ સાથે છે અને રહેશે. અલ્પેશ ઠાકોર ભાજપની વિચારસરણીમાં દોરવાઈ ગયા છે. જો સમાજ કહેશે અને સમાજની વાત આવશે તો સુપ્રીમો અલ્પેશ ઠાકોર બદલાઈ શકે છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવા એંધાણ છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news