પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ અમદાવાદમાં કોંગ્રેસના ધરણા, રાજીવ સાતવ-અમિત ચાવડાની અટકાયત

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડરાને પીડિત પરિવારોને મળવાથી રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણાં રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી.

Updated By: Jul 20, 2019, 12:08 PM IST
પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ અમદાવાદમાં કોંગ્રેસના ધરણા, રાજીવ સાતવ-અમિત ચાવડાની અટકાયત

અમદાવાદ :ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડરાને પીડિત પરિવારોને મળવાથી રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણાં રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી.

તને બોયફ્રેન્ડ મારા જેવો ચાલશે? મારા જેવાને બિપાશા બાસુ જોઈતી હોય તો ક્યાં જાય? પ્રોફેસરે વિદ્યાર્થીનીને પૂછી નાંખ્યા આવા સવાલ

પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડાની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. તેમજ 50 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ હતી. 

ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શું ન ખરીદવું!!!

અમદાવાદમાં વિરોધને લઈને કોંગ્રેસે દેખાવો કરવા માટે વિવાદિત પોસ્ટર બનાવ્યું છે. આ પોસ્ટર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કાર્ટૂન બનાવ્યું છે. જેમાં સીએમ યોગીના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ન્યાયનું ત્રાજવું દર્શાવ્યું છે. 

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા, કેન્દ્ર બિંદુ હતું નાસિકમાં

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બુધવારે સરપંચ અને તેમના સમર્થકોએ આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરતાં 10 આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલો ધોરવાલ જિલ્લામાં 90 વિઘા વિવાદીત જમીનનો છે. જેના ત્રણ દિવસ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સોનભદ્ર જવા માટે રવાના થયા હતા, પરંતુ તેમને રસ્તામાં જ રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. મિરઝાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટમાં તેઓ રોકાયા હતા, જ્યાં તેમણે રાતભર કાર્યકર્તાઓ સાથે ધરણા કર્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :