અમદાવાદ: પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 નવા કેસ સામે આવ્યા

કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોનાને કારણે કફોડી છે. તેવામાં કોરોના વોરિયર તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસનાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. 

Updated By: Nov 24, 2020, 10:12 PM IST
અમદાવાદ: પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 નવા કેસ સામે આવ્યા
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોનાને કારણે કફોડી છે. તેવામાં કોરોના વોરિયર તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસનાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. 

કોરોનાના સેકન્ડ વેવમાં હવે પોલીસ માટે પણ ચિંતાજનક સ્થિતી પેદા થઇ છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદ પોલીસ, SRP અને હોમગાર્ડ સહિત 38 લોકો જ સંક્રમિત થયા હતા. જો કે 24 નવેમ્બર સુધી આ આંકડામાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 24 જેટલા SRP અને હોમગાર્ડના લોકો સામેલ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસીપી, પીઆઇ, પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ક્રાઇમબ્રાંચમાં પણ આવી જ પરિસ્થિતી જોવા મળી રહી છે. એક આરોપીના સંપર્કમાં પોલીસ આવતા અન્ય 6 જવાનો પણ કોરોના પોઝિટિવ થયા છે. હાલ પોલીસને ખાસ તકેદારી રાખી કામ કરવાની સુચના આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube