રૂપિયા પડાવા માટે અમદાવાદ આરટીઓના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કર્યું ‘કૌભાંડ’

અમદાવાદ સુભાસ બ્રીજ RTOમાં કૌભાંડો થતાં હોવાની વાત કઈ નવી નથી પણ એ વાત નવી છે કે  RTO હવે છેતરપીંડીનો ભોગ બની છે. કોન્ટ્રાકટ કર્મચારીઓની રૂપિયા પડાવાની નીતિને કારણે અમદાવાદ આરટીઓનું એક કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે RTOમાં વર્ષ 2010 પછીથી તમામ અરજીઓ અને દસ્તાવેજી પુરાવાઓ સારથી સોફ્ટવેરમાં ઓનલાઈન ચડાવવામાં આવે છે. અને આ કામ વાહનવ્યહાર કચેરીએ ખાનગી કંપનીને કોન્ટ્રાકટ પર રાખેલા કર્મચારીઓ પાસે કરાવતી હોય છે.

રૂપિયા પડાવા માટે અમદાવાદ આરટીઓના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કર્યું ‘કૌભાંડ’

મૌલિક ધામેચા/અમદાવાદ:  અમદાવાદ સુભાસ બ્રીજ RTOમાં કૌભાંડો થતાં હોવાની વાત કઈ નવી નથી પણ એ વાત નવી છે કે  RTO હવે છેતરપીંડીનો ભોગ બની છે. કોન્ટ્રાકટ કર્મચારીઓની રૂપિયા પડાવાની નીતિને કારણે અમદાવાદ આરટીઓનું એક કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે RTOમાં વર્ષ 2010 પછીથી તમામ અરજીઓ અને દસ્તાવેજી પુરાવાઓ સારથી સોફ્ટવેરમાં ઓનલાઈન ચડાવવામાં આવે છે. અને આ કામ વાહનવ્યહાર કચેરીએ ખાનગી કંપનીને કોન્ટ્રાકટ પર રાખેલા કર્મચારીઓ પાસે કરાવતી હોય છે.

જે કમચારીઓએ બારોબાર લાયસન્સમાં કેટલાકને ઉમેરો અને સુધારો કરી આપ્યો હતો. જોકે ઘણા સમયથી આ વાતની જાણ RTOને હતી. પણ આખરે કેટલાક લાયસન્સ ધારકોની બેક્લોક એન્ટ્રી પણ સારથી સોફ્ટવેરમાં રજાની દિવસે થઇ હોવાનું સામે આવતા RTO વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ કરતા 25 ડીસેમ્બર રજાનાં દિવસે પણ 84 જેટલી એન્ટ્રીઓનાં બેક્લોક થયા હોવાનું સામે આવ્યું છે.

હાઈએલર્ટ બાદ ચીનથી કચ્છ ઉડીને આવેલ એક કબૂતરે પોલીસને દોડતા કર્યાં, પગમાં છે શંકાજનક લખાણ

આ કામ માટે સારથી સોફ્ટવેરનાં કર્મચારીઓને આઈડી પાસવર્ડ પણ આપવામાં આવે છે. જેને લઇ હવે શંકાની સોય કર્મચારી પર જાય છે કે, બેકલોગ એન્ટ્રીમાં કોઈ વ્યક્તિ કેટલા સમયથી આમ જ ચેડા કરતું હશે? તો સવાલએ થાય છે કે, તપાસમાંએ ક્યારે બહાર આવશે કે આવા કેટલા ખોટા લાયસન્સમાં ઈશ્યુ કરવામાં આવ્યા છે. પરંતુ હાલ તો આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news