અમદાવાદ: શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરની નવી મોડેસ ઓપરેન્ડી

એકતરફ ગુજરાતમાં દારુબંધીની વાતો થઇ રહી છે. બીજી તરફ દારુબંધીવાળા ગુજરાતમાં જ દારુની રેલમછેલ જોવા મળી રહી છે. ખુલ્લેઆમ દારૂ વેચવો અને પકડાવોએ જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. સરખેજ વિસ્તારમાં હરિયાણાથી આવતો એક ટ્રક કે જેમાં 3 મોટી પેટીઓ મુકેલી છે એમાં દારૂના બોક્સ હોવાની બાતમી પીસીબીને મળી હતી. પીસીબીએ વોચ ગોઠવી આ ટ્રક ઝડપી પાડ્યો હતો. 

અમદાવાદ: શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરની નવી મોડેસ ઓપરેન્ડી

જાવેદ સૈયદ/અમદાવાદ: એકતરફ ગુજરાતમાં દારુબંધીની વાતો થઇ રહી છે. બીજી તરફ દારુબંધીવાળા ગુજરાતમાં જ દારુની રેલમછેલ જોવા મળી રહી છે. ખુલ્લેઆમ દારૂ વેચવો અને પકડાવોએ જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. સરખેજ વિસ્તારમાં હરિયાણાથી આવતો એક ટ્રક કે જેમાં 3 મોટી પેટીઓ મુકેલી છે એમાં દારૂના બોક્સ હોવાની બાતમી પીસીબીને મળી હતી. પીસીબીએ વોચ ગોઠવી આ ટ્રક ઝડપી પાડ્યો હતો. 

ટ્રકમાંથી કુલ પાંચ હજાર જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવ્યો હતી. અને ડ્રાઈવર તથા ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઇમરાનખાન મેઉ અને મુબારિક મેઉ મૂળ હરિયાણાના છે. તેઓ ત્યાંથી જ દારૂનો જથ્થો લાવ્યા હતા. દારૂ મોકલનાર રાજુ નામનો બુટલેગર છે અને આ જથ્થો રાજકોટના એક બુટલેગરને પહોંચાડવાનો હતો. પોલીસે 16 લાખનો દારૂ અને ટ્રક સાથે 26 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ તો વાત થઇ સરખેજ વિસ્તારની કે જ્યાં પીસીબીએ રેડ કરતા જ સ્થાનિક પોલીસ પર સવાલો ઉભા થયા હતા. પણ હવે વાત કરીએ આ જ પોલીસસ્ટેશનની કે જ્યાં દારૂની રેડ બાદ અનેક બોટલોના બોક્ષ પોલીસસ્ટેશનની દિવાલે જોવા મળ્યા હતા. જો કે આ બાબતને લઇને અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે ટ્રકમાં જ બોટલ ફુટી ગઇ હોય તેથી બોક્ષ ત્યાં પડ્યા હોવાની વાતો પોતાના બચાવમાં કરી હતી. એક તરફ એજન્સીએ રેડ કરી ત્યાં રેડ બાદ દારૂની બોટલોના બોક્ષ બહાર મૂકાતા સરખેજ પોલીસ શંકાના દાયરામાં આવી છે.

ધૂણીને લગ્ન કરાવાનો દાવો કરનાર ધૂતારા ભૂવાનો પર્દાફાશ, હજારો રૂપિયાની કરતો વીધી

બીજી બાજુ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પણ સ્ટેટ મોનિટરીંગ સેલએ નવા જ પ્રકારની દારૂની હેરાફેરીની કીમીયા સાથે આરોપીઓની ઝડપી લીધા. એજન્સીએ રેડ કરતા સ્થાનિક પોલીસની મિલીભગત સામે આવી છે. જેમાં બાદમાં ઘાટલોડિયા પોલીસને ટાર્ગેટ કરાઇ હોવાનું અધિકારીઓ કહે છે. મેમનગરમાં આવેલી કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આવેલા આદિત બંગ્લોઝના એક બંગલામાં પાર્ક કરેલી બે લોડિંગ રિક્ષામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂની 214 બોટલો સાથે 3ની ધરપકડ કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાનો સમય વધારાયો, જુઓ શું છે નવો ટાઈમિંગ

વડોદરા અને બોપલનો બુટલેગર રાજસ્થાનથી ટેમ્પામાં ગુપ્ત ખાના બનાવી દારૂ લાવતા હતા. જ્યારે આ દારૂના ધંધાનો મુખ્ય બુટલેગર પોલીસને જોઈને બંગલાના કેમ્પસમાંથી ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. પોલીસે ચિરાગ પટેલ, વિષ્ણુભાઇ પ્રજાપતિ, સુરેશકુમાર પ્રજાપતિને ઝડપી લીધા હતા. આ બંગલો ચિરાગનો હતો. દારૂનો જથ્થો વડોદરામાં રહેતા મિત્ર કૌશિક બુલાખીદાસ પટેલ અને બોપલમાં રહેતા ગિરીશ મહેન્દ્રભાઈ પટેલનો હોવાનું સામે આવ્યું. દારૂનો જથ્થો કૌશિક અને ગિરીશ રાજસ્થાનથી મંગાવતા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news