મમતાએ મંજૂરી ન આપી તો ઝારખંડ થઈને બંગાળ પહોંચ્યા સીએમ યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બીજી વખત પશ્ચિમ બંગાળમાં તેમનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં આવી ન હતી, આથી યોગી ઝારખંડ થઈને સડક માર્ગે પશ્ચિમ બંગાળના પુરૂલિયા ગામ પહોંચ્યા હતા 

મમતાએ મંજૂરી ન આપી તો ઝારખંડ થઈને બંગાળ પહોંચ્યા સીએમ યોગી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ સતત વધતો જઈ રહ્યો છે. તેનું પરિણામ એ છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપવામાં આવતી નથી. યુપીના સીએમ યોગીને બીજી વખત હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન અપાતાં યોગી ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળના પુરૂલિયા ગામ પહોંચ્યા હતા.

યોગીએ રસ્તામાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળની આ સરકાર ગેરબંધારણિય અને બિનલોકતાંત્રિક ગતિવિધીઓ કરી રહી છે. નહિંતર મારા જેવા એક સન્યાસી યોગીને પશ્ચિમ બંગાળની ધરતી પર શા માટે ઉતરવાની મંજૂરી અપાતી ન હતી. 

— ANI (@ANI) February 5, 2019

આ અગાઉ રવિવારે યોગીની પશ્ચિમ બંગાળમાં એક રેલી હતી, પરંતુ એ સમયે તેમના હેલિકોપ્ટરને ઉતરવાની મંજુરી અપાઈ ન હતી. આથી ભાજપે યોગીને ઝારખંડ થઈને સડક માર્ગે પશ્ચિમ બંગાળ મોકલ્યા હતા. તેમણે પુરૂલિયા પહોંચીને મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. 

— ANI (@ANI) February 5, 2019

યોગીએ પશ્ચિમ બંગાળ પહોંચીને રેલીમાં જણાવ્યું કે, એક લોકશાહી માટે આનાથી બીજું શું શરમજનક હોઈ શકે કે એક મુખ્યમંત્રી પોતે જ ધરણા પર બેઠા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news