CBIvsWBPOLICE: કોલકાતા સહિત સમગ્ર દેશનું રાજકારણ ઉકળ્યું, રાષ્ટ્રપતિ શાસનની માંગ

પશ્ચિમ બંગાળમાં રવિવારે કોલકાતા પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે ગયેલી સીબીઆઇ ટીમને રાજ્ય સરકારે પોલીસ કસ્ટડીમાં લઇ લેતા મુદ્દો ઉકળતો ચરૂ બની ગયો હતો

CBIvsWBPOLICE: કોલકાતા સહિત સમગ્ર દેશનું રાજકારણ ઉકળ્યું, રાષ્ટ્રપતિ શાસનની માંગ

કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ કરવા માટે પહોંચેલી કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ) ટીમનાં 5 સભ્યોની રાજ્ય પોલીસે ધરપકડ કરી છે. આ રાજનીતિક ડ્રામા મુદ્દે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ રીતે સામ સામે આવી ગયા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, એક ભ્રષ્ટ મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ દુષ્ટ સરકારને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવવું જોઇએ. પોતાના ભ્રષ્ટ અને બગડેલા સાથીઓને બચાવવા માટે મમતાએ એક સંવૈધાનિક સંકટ પેદા કરી દીધું છે. 

आज देश भर का विपक्ष और जनता अगले चुनाव में भाजपा को हराने के लिए एकजुट है.

— Akhilesh Yadav (@yadavakhilesh) February 3, 2019

લોકશાહી ખતમ
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજય વર્ગીએ મમતા બેનર્જી સરકાર પર શાબ્દીક પ્રહાર કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહી ખતમ થઇ રહી છે. સીબીઆઇ સુપ્રીમ કોર્ટનાં આદેશ પર તપાસ કરી રહી છે. જો કે તેની પરવાનગી નથી આપવામાં આવી. સીબઆઇ અધિકારીઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા. આઝાદી બાદ એવું પહેલીવાર થયું છે, અમે તેની નિંદા કરીએ છીએ. 

राज्य सरकार की स्थानीय पुलिस, जिसका की कर्तव्य होता है, CBI जैसी सर्वोच्च संस्था की स्थानीय स्तर पर मदद करना, वही CBI को कार्यवाही करने से बंगाल में रोक रही है !!?

यह संघीय ढांचे की अवहेलना/अपमान नही है !!?@BJP4Bengal @MukulR_Official

— Kailash Vijayvargiya (@KailashOnline) February 3, 2019

તખતા પલટની યોજના
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, ભાજપ સંવૈધાનિક તખ્તાપલટની યોજના બનાવી રહ્યું છે. સીબઈઆઇનાં 40 અધિકારીઓએ કોલકાતા પોલીસ કમિશ્નરનાં ઘરને ઘેરી લીધું હતું. એવું કરીને આ લોકો સંવૈધાનિક સંસ્થાઓનો વિનાશ કરી રહી છે. જે વિપક્ષી દળ ઇચ્છે છેકે મોદીએ જવું જોઇએ, અમે  તે તમામ સાથે સોમવારે સંસદમાં પહોંચી રહ્યા છીએ. 

— Derek O'Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) February 3, 2019

કેજરીવાલનું નિવેદન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કહ્યુ કે, મોદીજીએ લોકશાહી અને સંઘીય ઢાંચાને તોડવાનો પ્રયાસ કર્યો છે. થોડા વર્ષો પહેલા મોદીજીએ અર્ધસૈનિક દળોને મોકલીને દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્યુરો બ્રાંચ પર કબ્જો કરી લીધો અને હવે તેઓ મોદી-શાહની જોડી ભારત અને તેની લોકશાહી માટે ખતરો છે. અમે તે અંગે કાર્યવાહીની ઘોર નિંદા કરીએ છીએ. 
 

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 3, 2019

તેજસ્વી યાદવનું ટ્વીટ
બિહારના પુર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે. ગત્ત થોડા મહિનાઓમાં CBI પર ભાજપની ઓફીસનું દબાણ વધી ગયું છે. રાજનીતિક નિર્ણયોનાં કારણે રાજ્ય સરકારોમાં આવા નિર્ણય કરવા માટે મજબુર બની છે. જો હજી પણ સીબીઆઇ ભાજપ ગઠબંધન સહયોગીની જેમ કામ કરતા રહેશે તો એક દિવસ ન્યા પ્રિય સામાન્ય જનતા તેનો હિસાબ ન કરી નાખે. લોકશાહીમાં જનતાથી મોટુ કોઇ નથી હોતું. 

 

— Lalu Prasad Yadav (@laluprasadrjd) February 3, 2019

Twitter પર આરોપ પ્રત્યારો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રવિવારે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વને ખરાબ રીતે રાજનીતિક બદલાની ભાવનાથી કામ કરી રહ્યું છે. મમતાએ આરોપ લગાવ્યો કે, આ પોલીસને કબ્જામાં કરવા તથા તમામ સંસ્થાઓને બરબાદ કરવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. મમતાએ એક શ્રૃંખલાબદ્ધ ટ્વીટમાં કહ્યું કે, ભાજપનું ટોપનું નેતૃત્વ રાજનીતિક બદલાની કાર્યવાહી કરી રહ્યું છે. ન માત્ર રાજનીતિક દળ તેમના નિશાન પર છે. પરંતુ પોલીસને નિયંત્રણમાં લેવા અને સંસ્થાઓને બરબાદ કરવા માટે તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેની નિંદા કરીએ છીએ.

— H D Devegowda (@H_D_Devegowda) February 3, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news