આઝાદી કા અમૃત મહોત્સવઃ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની હાજરીમાં મુખ્ય કાર્યક્રમથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ થશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે. 

Updated By: Mar 10, 2021, 09:15 PM IST
આઝાદી કા અમૃત મહોત્સવઃ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની હાજરીમાં મુખ્ય કાર્યક્રમથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ થશે

અમદાવાદઃ ભારતની આઝાદીના ૭પમાં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ૧ર માર્ચના રોજ યોજાશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી ૭પ અઠવાડિયા દરમિયાન ૭પ કાર્યક્રમો યોજાશે. 
    
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે. 
    
તા. ૧રમી માર્ચે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી ભારતની પહોંચ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક કરવા અને જનભાગીદારીથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શતાબ્દી સંકલ્પ ૨૦૪૭’ લેવડાવશે. 
    
આગામી એક વર્ષ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, આત્મનિર્ભર ભારત, વિચાર, સિદ્ધિઓ અને ઉકેલ, ભારતનો સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી 2.0 જેવી થીમ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરાશે. 
    
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઇકાલે મળેલી રાજ્ય સ્તરીય બેઠકમાં ગુજરાતમાં આ ઉજવણીને ભવ્ય રીતે મનાવવાના આયોજન રૂપે સમગ્ર રાજ્યમાં ૭પ જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો મહાનુભાવો, મંત્રીઓ, સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાશે.
    
આ હેતુસર સંબંધિત જિલ્લાઓના કલેકટરઓ અને વહિવટીતંત્ર વિવિધ કાર્યક્રમોની ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે.  
    
અમદાવાદના મુખ્ય કાર્યક્રમની સાથે દરેક જિલ્લામાં એક કાર્યક્રમ ઉપરાંત કરમસદ, બારડોલી, રાજકોટ, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
    
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી દાંડી સુધી પ્રતીક દાંડીયાત્રા યોજાશે, આ યાત્રા દરમિયાન દરેક મથકે કૂચ કરનારાઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલી કાર્યક્રમ, દેશભક્તિ ગીત અને ભજન કાર્યક્રમો, નાટય પ્રસ્તુતિઓ અને જાણીતા વકતાઓ દ્વારા વેબિનાર તથા લેકચર સિરીઝનું આયોજન થશે. 
    
રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે. 
    
અમદાવાદ શહેરના કોચરબ આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ ખાતે પણ સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમ સાથે જ ઉજવણી કાર્યક્રમ યોજાશે. 
    
મહેસૂલ મંત્રી  કૌશિકભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજા તેમજ સાંસદ  હસમુખભાઇ પટેલ આ કાર્યક્રમમાં જોડાશે. 
    
ગુજરાત કોલેજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં સાંસદ ડૉ. કિરીટ સોલંકી અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ ઉપસ્થિત રહેશે. 

અમદાવાદ જિલ્લામાં ધોલેરા, ધંધુકામાં યોજાનારા કાર્યક્રમોમાં ધંધુકા ખાતે મંત્રી  જયેશભાઇ રાદડીયા તેમજ ધોલેરા ખાતેથી મહિલા આયોગ અધ્યક્ષા મતી લીલાબેન અંકોલિયા સહભાગી થશે.

રાજકોટ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ અને  પંકજભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે. 
    
નવસારી જિલ્લામાં સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ, નાયબ મુખ્ય દંડક  આર.સી.પટેલ, ધારાસભ્ય  નરેશભાઇ પટેલ તારા  પિયુષ ભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. 
    
અમરેલી ખાતે સાંસદ  નારણભાઈ કાછડીયા તથા ધારાસભ્ય  જે.વી. કાકડિયા ઉપસ્થિત રહેશે. આણંદ ખાતે સાંસદ  મિતેશભાઇ પટેલ, સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદ ખાતે  ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્ય  મહેશકુમાર રાવલ અને ગોવિંદભાઈ પરમાર આણંદ જિલ્લાના અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. 
     
સુરત ખાતે શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના મંત્રી  કિશોરભાઇ કાનાણી અને સાંસદ  પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહેશે.
    
અરવલ્લીના મોડાસા ખાતે  શિશપાલસિંહ રાજપુત ઉપસ્થિત રહેશે. બનાસકાંઠાના પાલનપુર ખાતે સાંસદ  પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. ભરૂચમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સાંસદ  મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહેશે. ભાવનગરમાં રાજ્યકક્ષાના મંત્રી મતી વિભાવરીબેન દવે અને સાંસદ  ભારતીબેન  શ્યાળ ઉપસ્થિત રહેશે.
    
બોટાદ ખાતે સાંસદ  રમેશ ધડુક ઉપસ્થિત રહેશે. છોટાઉદેપુર ખાતે  અમરશીભાઈ ખાંભલીયા તથા ધારાસભ્ય  મધુભાઈ વાસ્તવ ઉપસ્થિત રહેશે. 
    
દાહોદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી  બચુભાઈ ખાબડ અને સાંસદ  જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. ડાંગ જિલ્લામાં સાંસદ  કે. સી. પટેલ તથા ધારાસભ્ય  વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
    
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ  રામ ભાઈ મોકરીયા ઉપસ્થિત રહેશે .ગાંધીનગર ખાતે સાંસદ  નરહરી અમીન ઉપસ્થિત રહેશે. ગીર સોમનાથ ખાતે રાજ્યકક્ષાના મંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર ખાતે સાંસદ  પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે.
    
જૂનાગઢ ખાતે  મુળુભાઇ બેરા અને  ભુપતભાઈ ડાભી ઉપસ્થિત રહેશે. કચ્છ ખાતે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ  દિનેશભાઈ અનાવડિયા અને સાંસદ  વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. ખેડા જિલ્લામાં દંડક  પંકજભાઇ દેસાઇ, સાંસદ  દેવુસિંહ ચૌહાણ,  વિમલ ઉપાધ્યાય,  સજ્જાદ હીરા અને  ઈશ્વરભાઈ ભાવસાર ઉપસ્થિત રહેશે.
    
મહિસાગર જિલ્લામાં  જાગૃતિબેન પંડ્યા ઉપસ્થિત રહેશે. મહેસાણા ખાતે સાંસદ મતી શારદાબેન પટેલ, સંસદ સભ્ય  ભરતસિંહ ડાભી, સાંસદ  જુગલજી ઠાકોર અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે.
    
મોરબી ખાતે સાંસદ  મોહનભાઈ કુંડારીયા,  ભરતભાઇ બોઘરા અને  ધનસુખભાઇ ભંડેરી ઉપસ્થિત રહેશે.
    
નર્મદા ખાતે મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મતી દર્શનાબેન જરદોશ, સાંસદ મતી ગીતાબેન રાઠવા અને ઉપસ્થિત રહેશે.
    
પંચમહાલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ  રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર અને ધારાસભ્ય  સી.કે. રાઉલજી ઉપસ્થિત રહેશે.

પાટણ ખાતે મંત્રી દિલીપ કુમાર ઠાકોર અને પોરબંદર ખાતે મંત્રી  આર.સી.ફળદુ ઉપસ્થિત રહેશે.

સાબરકાંઠા જિલ્લામાં સાંસદ  રમીલાબેન બારા, સાંસદ  દિલીપ સિંહ રાઠોડ,  રશ્મિભાઈ પંડયા ઉપસ્થિત રહેશે.