ઘોઘા-દહેજ બાદ ગુજરાતને મળશે વધુ એક રો-રો ફેરી સર્વિસ: મનસુખ માંડવિયા

કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણને જોડવાની કેન્દ્ર સરકાર કામગીરી કરશે. જેનાં ભાગરૂપે દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે.

ઘોઘા-દહેજ બાદ ગુજરાતને મળશે વધુ એક રો-રો ફેરી સર્વિસ: મનસુખ માંડવિયા

હિતેન વિઠલાણી, દિલ્હી: દીવ અને દમણવાસીઓ સહિત ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણને જોડવાની કેન્દ્ર સરકાર કામગીરી કરશે. જેનાં ભાગરૂપે દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે.

આ અગાઉ પણ કેન્દ્ર સરકાર ઘોઘા-દહેજમાં રો-રો ફેરી શરૂ કરી ગુજરાતવાસીઓનું સ્વપન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ હેવ દમણ અને દીવ વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ફેરીનાં માધ્યમથી દીવ અને દમણ વેચ્ચનું અંતર 600 કિમીનું અંતર ઘટીને 200 કિમી અંતર થશે. મુસાફરીનો સમય 10 કલાકથી ઘટીને 4 કલાકનો થશે.

આગામી મે મહિનાથી દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવશે. શિપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ફેરી સર્વિસ માટે ઓપરેટર સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. મંત્રાલય વડે ટેન્ડર બહાર પાડી ફેરી ઓપરેટરની પસંદગી કરવામાં આવશે.

આ અંગે કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગુજરાતનો દરિયાકાંઠો દશકો સુધી ઉપેક્ષીત રહ્યો છે, અને ગુજરાતનાં દરિયાકાંઠાને વિકાસનું માધ્યમ બનાવ્યું છે. રો-રો ફેરી જેવી સુવિધાથી ગુજરાતનાં વિકાસને બળ મળશે, સાથે સાથે સ્થાનિક રોજગારી સાથે ઇંધણ અને સમયની પણ બચત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news