સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટતાં ઈમરજન્સી લેન્ડિંગ, 189 મુસાફરોના જીવ તળિયે ચોંટ્યા

જયપુર એરપોર્ટ પર બુધવારે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-58નું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. દુબઈથી જયપુરની આ ફ્લાઈમાં 189 લોકો મુસાફી કરી રહ્યા હતા 

સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટતાં ઈમરજન્સી લેન્ડિંગ, 189 મુસાફરોના જીવ તળિયે ચોંટ્યા

નવી દિલ્હીઃ જયપુર એરપોર્ટ પર બુધવારે સવારે સ્પાઈસ જેટની દબુઈથી જયપુર જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. SG-58 નંબરની આ ફ્લાઈટમાં 189 મુસાફહ હતા અને તમામને સુલામત બહાર કાઢી લેવાયા હતા. એવું કહેવાય છે કે, વિમાનનું ટાયર ફાટી જવાના કારણે સવારે 9.03 કલાકે જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. 

— ANI (@ANI) June 12, 2019

ચાર દિવસમાં 16 ફ્લાઈટ રદ્દ
મીડિયા રોપોર્ટ્સ અનુસાર જયપુર એરપોર્ટ પર બુધવારે સતત ચોથા દિવસે ચાર ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. આમ, છેલ્લા ચાર દિવસમાં કુલ 16 ફ્લાઈટ રદ્દ કરવામાં આવી ચૂકી છે. 

સૂત્રોના અનુસાર એરલાઈન્સ પાસે છેલ્લા કેટલાક દિવસથી ક્રૂ મેમ્બર્સની અછત છે. આ કારણે એરલાઈન્સને છેલ્લા ઘણા દિવસથી જૂદા-જુદા રૂટ પર ચાલતી ફ્લાઈટને અચાનક રદ્દ કરવાની ફરજ પડી રહી છે. એરલાઈન્સના આવા નિર્ણયના કારણે લગભગ 800 મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news