CM રૂપાણીએ સી.એમ.ડેશ બોર્ડનો કરાવ્યો પ્રારંભ, ડેશ બોર્ડ બનશે સરકારનું ત્રીજું નેત્ર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી સી.એમ.ડેશ બોર્ડનો પ્રારંભ કરાવ્યો, જે ડેશ બોર્ડ તેમના નિવાસસ્થાનેથી કાર્યરત રહેશે. રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધીમાં જોડાઈ જશે.
Trending Photos
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી સી.એમ.ડેશ બોર્ડનો પ્રારંભ કરાવ્યો, જે ડેશ બોર્ડ તેમના નિવાસસ્થાનેથી કાર્યરત રહેશે. રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધીમાં જોડાઈ જશે. મુખ્યમંત્રીએ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે બધા જ જિલ્લા કલેક્ટરો ડી ડી ઓ એસ.પીને પ્રતિ માસ 8 થી 10 મુદ્દાઓ ફોક્સ પોઇન્ટ તરીકે આપીને એ વિષયોમાં એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે. આવા ફોક્સ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટેની હેલ્ધી કોમ્પિટિશન થશે અને અધિકારીઓની એફિસિયન્સીનું સતત મોનીટરીંગ પણ શક્ય બનશે. આના પરિણામે કાર્યદક્ષતા વધશે. વિજય રૂપાણીએ કહ્યું કે આ ડેશ બોર્ડમાં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના સંદર્ભમાં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલ સ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 3 કોલ આપી કામગીરી પૂર્ણ કરવાની સતત સૂચના અને દેખરેખ રખાય છે.
આ ડેશ બોર્ડ સરકારનું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતાથી ટેકનોલોજીના ઉપયોગથી ગુડ ગવરનાન્સનો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સર્વેલન્સ સીસ્ટમથી રાજ્યમાં કયા સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. તેમણે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં રાજ્યની સિદ્ધિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે એમ કહીને ઉમેર્યુ કે નેશનલ પેરામીટર્સમાં પણ મોનીટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે.
વિજય રૂપાણીએ કહ્યું કે મોટા પ્રોજેક્ટના અમલીકરણ ફોલોઅપ સમાયાવધી વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુક્ત બનશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે સી એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે તે અનુસાર વિભાગો જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્યના વિવિધ વિભાગોની આઈ. ટી ટિમ અને ડેશ બોર્ડના સંકલનથી આ પદ્ધતિને વધુ પરિણામ લક્ષી બનાવવાશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મીડિયા સમક્ષ ડેશ બોર્ડની જિલ્લા સ્તરની સ્થિતિનું પણ જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે