કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તબિયત સુધારા પર

ભરતસિંહનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ હજુ તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે. 
 

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તબિયત સુધારા પર

ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ બગડતા તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભરતસિંહની સ્થિતિ વધુ બગડી ઈ હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હવે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને વેન્ટિલેટર પરથી ખસેડવાની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી તેમને 8 કલાક વેન્ટિલેટરથી દૂર રાખવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના વાયરસને કારણે ફેફસાને થયેલા નુકસાનની સારવાર ચાલી રહી છે. 

Breaking News: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઈન

ભરતસિંહનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. જ્યાં સુધી તેમના ફેફસાની યોગ્ય સારવાર ન થાય ત્યાં સુધી ડોક્ટરની દેખરેખમાં રહેશે. 19 જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ 21 જૂને તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news