જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, ઇતિહાસનું થયું પુનરાવર્તન
જસદણની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટી હાર છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ અસફળ રહી, તો કુંવરજી પોતાની રાજકીય કારકર્દી સાચવવામાં સફળ થયા. કુંવરજીએ પક્ષપલટો કરતા જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણની સીટ કોંગ્રેસનું ઘર કહેવાતી હતી. 1962થી 9 વાર કોંગ્રેસે આ સીટ પર દબદબો જાળવ્યો હતો. 1962થી માત્ર એક જ વાર 2009માં આ સીટ ભાજપે આંચકી હતી. પરંતુ ત્યાર બાદ 2012 અને 2017માં ફરીથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે કોંગ્રેસ માટે આ જીત બહુ જ મહત્વની હતી. બીજી તરફ આવતા વર્ષે જ્યારે લોકસભાનું ઈલેક્શન છે, ત્યારે બંને પક્ષો માટે આ જીત બહુ જ મહત્વની હતી.
Trending Photos
જસદણ : જસદણની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટી હાર છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ અસફળ રહી, તો કુંવરજી પોતાની રાજકીય કારકર્દી સાચવવામાં સફળ થયા. કુંવરજીએ પક્ષપલટો કરતા જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણની સીટ કોંગ્રેસનું ઘર કહેવાતી હતી. 1962થી 9 વાર કોંગ્રેસે આ સીટ પર દબદબો જાળવ્યો હતો. 1962થી માત્ર એક જ વાર 2009માં આ સીટ ભાજપે આંચકી હતી. પરંતુ ત્યાર બાદ 2012 અને 2017માં ફરીથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે કોંગ્રેસ માટે આ જીત બહુ જ મહત્વની હતી. બીજી તરફ આવતા વર્ષે જ્યારે લોકસભાનું ઈલેક્શન છે, ત્યારે બંને પક્ષો માટે આ જીત બહુ જ મહત્વની હતી.
કોંગ્રેસનો ગઢ ગયો
જસદણની સીટ કોંગ્રેસ માટે એટલા માટે મહત્વની કહેવાય છે કે, અહીં કોંગ્રેસ, 1962, 1972, 1985, 1995, 1998, 2002, 2007, 2012 અને 2017માં જીતી છે. એ જોતા આ જીત બહુ જ મોટી કહેવાય છે. જેમાંથી પાંચવાર તો કુંવરજી બાવળીયા જ ચૂંટાયા છે. ત્યારે 2018ની પેટાચૂંટણીમાં જીત કુંવરજીની જ થઈ, પણ કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યો. એનો મતલબ એ કે, હવે જસદણની સીટ પર કુંવરજીનું પ્રભુત્વ વધી ગયું છે. જેને કારણે પક્ષપલટો કર્યા છતા પણ કુંવરજી જીત્યા હતા. બીજી તરફ કુંવરજી પાસે પક્ષપલટા બાદ મંત્રી પદ હોવાથી જસદણની જનતાનો તેમના પર વિશ્વાસ બેવડાયો હતો.
ઈતિહાસનું પુનરાવર્તન
ભાજપ માટે આ ચૂંટણી ખાસ બની રહી. કારણે કે, જ્યારે પણ જસદણની પેટા ચૂંટણી થઈ છે, ત્યારે ભાજપ જસદણમાં જીત્યું છે. 2009માં થયેલી જસદણની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બી.બી.ખોડાભાઈ જીત્યા હતા. તેમણે 14,774 લીડથી જીત મેળવી હતી. આ પહેલા ભાજપ પાસે ક્યારેય જસદણ આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ 2012માં ભોળાભાઈ ગોહિલ અને 2017માં કુંવરજી બાવળીયા જીત્યા હતા. ત્યારે 2009 બાદ ભાજપ પાસે સત્તા આવી છે.
જસદણમાં કોંગ્રેસનો એવો દબદબો છે કે ભાજપ છેલ્લા 30 વર્ષો દરમિયાન 2009ની પેટાચૂંટણીને બાદ કરતા જસદણની બેઠક જીતવામાં ક્યારેય સફળ રહ્યું નથી. આથી જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા માટે હવે જસદણમાં કોઇ પણ ભોગે જીત મેળવવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો.
જસદણ વિધાનસભા બેઠકનો વિજયી ઉમેદવારોનો અત્યાર સુધીનો રેકોર્ડ
વર્ષ ઉમેદવારનું નામ પક્ષ મત સંખ્યા (જીતનાર ઉમેદવાર) જીતનો તફાવત (મતસંખ્યા)
2017 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 84321 9277
2012 ભોળાભાઈ ગોહિલ કોંગ્રેસ 78055 11027
2009 (પેટાચૂંટણી) બી બી ખોડાભાઈ ભાજપ 59934 14774
2007 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 64674 25679
2002 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 71296 20599
1998 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 40473 13300
1995 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 46207 21604
1990 ભીખાભાઈ ભાંભણીયા IND (અપક્ષ) 19112 8187
1985 ડાભી મામૈયાભાઈ કોંગ્રેસ 24736 10002
1980 ડાભી મામૈયાભાઈ IND (અપક્ષ) 19041 4623
1975 શિવકુમાર ખાચર IND (અપક્ષ) 27486 11199
1972 ગોસાઈ પી ગુલાબગીરી કોંગ્રેસ 18831 6839
1967 શિવકુમાર ખાચર SWA 13553 67
1962 વસંત પ્રભા શાહ કોંગ્રેસ 11186 4682
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે