કોંગ્રેસે ખેડૂત બિલના વિરોધમાં ગુજરાતના રાજ્યપાલ સાથે યોજી મુલાકાત, કહ્યું શેરીએ શેરીએ પહોંચાડીશું વિરોધ

ખેડૂત અંગેનો ખરડો જ્યારથી કાયદો બન્યો ત્યારથી જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અનુસંધાને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંગે વાત કરવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળીને પરત આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યપાલ સાથે મુલાકાત યોજી હતી. ખેડૂત વિરોધી કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં અનેક બિલો પસાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

Updated By: Sep 28, 2020, 11:51 PM IST
કોંગ્રેસે ખેડૂત બિલના વિરોધમાં ગુજરાતના રાજ્યપાલ સાથે યોજી મુલાકાત, કહ્યું શેરીએ શેરીએ પહોંચાડીશું વિરોધ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ : ખેડૂત અંગેનો ખરડો જ્યારથી કાયદો બન્યો ત્યારથી જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અનુસંધાને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંગે વાત કરવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળીને પરત આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યપાલ સાથે મુલાકાત યોજી હતી. ખેડૂત વિરોધી કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં અનેક બિલો પસાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

શું કરવું તેની AMC ને પણ ખબર નથી? બજાર બંધ કરવાના આદેશ બાદ ચાલુ રાખવા પછી ફરી બંધ કરવા આદેશ

કોંગ્રેસ સહિતના પક્ષો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે સાથે મળીને ખેડૂતોને ખેતી બંનેને આ કાયદાથી નુકસાન થવાનું છે. ખેડૂત બિચારો અને બાપડો બનશે અને રાજ્યમાં દેશમાં કંપની રાજ આવશે તેવું પણ જણાવ્યું હતું. આ બિલ પાસ કરીને કાયદો અમલી બનવાને કારણે એપીએમસીની વ્યવસ્થા ખતમ થશે. દરેક તાલુકામાં એપીએમસીની વ્યવસ્થા છે. વર્ષોથી ચાલતી પરંપરા અને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટેકાના ભાવ ની વ્યવસ્થા બિલ હેઠળ ખતમ કરવામાં આવશે એટલે કંપનીઓ મન ફાવે તે પોતાના ભાવે ખરીદી કરશે અને કંપનીઓ સંગ્રહખોરી અને નફાખોરી  પૂરી કરશે જેનાથી નાગરિકનો ભોગ બનશે.

અમદાવાદ: 2 IPS અધિકારીઓનાં બાજુના બંગ્લામાં રહેતા ડોક્ટરના ઘરેથી ધોળા દિવસે થઇ લૂંટ

દેશના ૬૫ કરોડ જેટલા ખેડૂતો અને ખેત મજૂરો આંદોલનને માર્ગે વળ્યા છે. આ કાયદાનો વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાજ્યપાલને કોંગ્રેસનો પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ મળ્યું છે અને કોંગ્રેસની લાગણી અને ખેડૂતોને વેદનાના પહોંચાડી છે. રાજ્યપાલે લાગણી વ્યક્ત કરી છે કે રાષ્ટ્રપતિ સુધી કોંગ્રેસનું આવેદન પત્ર પહોંચાડવામાં આવશે. આગામી 2 ઓક્ટોબરમાં રોજ તમામ જગ્યાએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કોંગ્રેસ આપશે. શેરી થી લઈને ગાંધીનગર સુધી બીલ માટેની જાગૃતિ લાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube