સાઇના અને સિંધુ મલેશિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં, સાઇ પ્રણીત અને શ્રીકાંત હાર્યા

વિશ્વ ચેમ્પિયન અને છઠ્ઠો ક્રમાંક ધરાવતી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર 35 મિનિટમાં 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. 

સાઇના અને સિંધુ મલેશિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં, સાઇ પ્રણીત અને શ્રીકાંત હાર્યા

કુઆલાલંપુરઃ ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડીઓ પીવી સિંધુ અને સાઇના નેહવાલે બુધવારે આસાન જીતની સાથે મલેશિયા માસ્ટર્સના મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી પરંતુ વિશ્વ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા બી સાઈ પ્રણીત અને કિદાંબી શ્રીકાંતે પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

વિશ્વ ચેમ્પિયન અને છઠ્ઠો ક્રમાંક ધરાવતી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર 35 મિનિટમાં 21-15, 21-13થી હરાવી હતી. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ બેલ્જિયમની લિયાનેટેનને માત્ર 36 મિનિટમાં 21-15 21-17 થી પરાજય આપ્યો હતો. આ બંન્ને ખેલાડી પ્રથમવાર આમને-સામને હતી. સિંધુ અને સાઇના છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મમાં હતી અને ઘણી ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. 

SA vs ENG: ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ  

આ પહેલા પ્રણીતે આ સુપર 500 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કના રાસમુસ ગેમકે વિરુદ્ધ 11-21 15-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શ્રીકાંતને ચીની તાઇપેના ચાઉ ટિએન ચેન વિરુદ્ધ માત્ર 30 મિનિટમાં 17-21 5-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news