ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યું પૂંછડી પટપટાવતું ગલુડિયું

નર્મદામાં જાહેર સભાને સંબોધતા ગણપત વાસાવાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ ઉભો થયો તેમ દેખાય છે. જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતું ગલુડિયું ઉભું થાય તેવું લાગે છે.

ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યું પૂંછડી પટપટાવતું ગલુડિયું

નર્મદા: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો ક્યાંક નેતાઓ પ્રચાર દરમિયાન ભાન ભૂલીને ન બોલવાના શબ્દોને પણ બોલી નાખે છે. ત્યારે ભાજપના પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ નર્મદામાં જાહેર સભા સંબોધતા રાહુલ ગાંધીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું કર્યું છે.

નર્મદામાં જાહેર સભાને સંબોધતા ગણપત વાસાવાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ ઉભો થયો તેમ દેખાય છે. જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતું ગલુડિયું ઉભું થાય તેવું લાગે છે. તેને પાકિસ્તાન કે ચીનવાળા એક રોટલી નાંખી દે તો પણ ચાલી જાય. તો બીજી બાજુ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આદિવાસીની સરકાર છે અને એટલે જ કિસાન સન્માનનિધિ યોજના લાવી છે.

જેમાં પહેલા આદિવાસીઓને હોળી કરવા પ્રથમ હપ્તો આપ્યો અને હવે ચૂંટણી કરવા માટે બીજો હપ્તો આપ્યો છે. એનો ચૂંટણીમાં બરાબર ઉપયોગ કરવાની સલાહ આપીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો. તથા સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે ડેડીયાપાડામાં યોજેલી આ સભામાં કોંગ્રેસ અને BTPને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જંગલ જમીનની બાબતે BTP અને કોંગ્રેસવાળા બકવાસ કરે છે.

ભાજપે આદિવાસીઓને જમીન આપી છે. કોંગ્રેસ ઠાલા વચન આપે છે. રાહુલ ગાંધી જુઠાણું ફેલાવી રહ્યા છે. કોંગ્રેસે લોકોને ઠગ્યા એટલે પાર્લામેન્ટમાં 44 જ સભ્યો બચ્યા છે. હવે 4 બેઠક પણ કોંગ્રેસની નહીં આવે. BTP વાળા દીવો હોલવાય ત્યારે ભડકો થાય તેવી હાલત છે તેમની. BTP અને કોંગ્રેસવાળા ગપ્પા ચલાવે છે. અહેમદ પટેલે આદિવાસીઓના વોટ તૂટે એ માટે છોટુભાઈ વાસવાને ચૂંટણીમાં ઉભા રાખ્યા છે.

BTP વાળા જે વારે વારે રંગ બદલે છે. ઘડીક જનતાદળ યુ અને ઘડીક બીજું. જનતાદળનું તીર BTPની રિક્ષામાં પંચર કરી દેશે. આદિવાસીઓનો કોઈ ધર્મ નથી તેવું કહીને કેટલાક લોકો આદિવાસીને છેતરે છે. BTP વાળા અલગતાવાદી તત્વો છે. આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાજીના મંદિરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવે છે તેનો વિરોધ પક્ષો વિરોધ કરે છે. આજની આ જંગી સભામાં BTP ના સંરક્ષક છોટુભાઈ વસાવા ભરૂચ બેઠકથી ઉમેદવાર છે.

ત્યારે ડેડીયાપાડા વિધાનસભામાં તેમની પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. BTPના ગાઢ સમાન ચીકદા ગામા જ મોટું ભંગાણ સર્જાયું છે. કદા તાલુકા પંચાયત સભ્ય, ચીકદા સહિત 6 ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે તો સાગબારા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સાગબારામાંથી 10 ગ્રામપંચાયતના સભ્યો ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી આજર ભાજપમાં જોડાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news