કોરોના વાયરસઃ 19 માર્ચથી 29 માર્ચ મુલાકાતીઓ માટે બંધ રહેશે ગાંધી આશ્રમ
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 150થી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તો આ વાયરસને કારણે દેશમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Trending Photos
અમદાવાદઃ દેશભરમાં હાલ કોરોના વાયરસનો કહેર જારી છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિસ કેસો સામે આવી ચુક્યા છે તો કોરોનાને કારણે અત્યાર સુધી 3 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. રાજ્યભરમાં શાળા, કોલેજો, સિનેમાઘરો સહિત અનેક પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈ મોટા ધાર્મિક કે અન્ય કાર્યક્રમો યોજવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં આવેલું ગાંધી આશ્રમ પણ 19 માર્ચથી 29 માર્ચ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
ગાંધી આશ્રમ રહેશે બંધ
હાલ લોકોમાં કોરોના વાયરસને લઈને ડરનો માહોલ છે. જેને લઈને રાજ્ય સરકારે ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યના અનેક મ્યુઝિયમ અને સંગ્રાહલયોને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજે ગાંધી આશ્રમના ટ્રસ્ટી મંડળ દ્વારા સાવચેતીના ભાગ રૂપે આશ્રમને 19 માર્ચથી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાઃ કોઈએ ડરવાની જરૂર નથી, હજુ 15 દિવસ ધ્યાન રાખોઃ કમિશનર વિજય નહેરા
રાજ્યમાં આવેલા અનેક સ્મારકો અને મ્યુઝિયમ બંધ
રાજ્ય સરકારે કોરોના વાયરસને પહલે પહેલા શાળા, કોલેજ અને સિનેમાઘરોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સિયાવ જાહેર સ્થળે લોકો ભેગા ન થાય તે માટે 29 માર્ચ સુધી પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે રાજ્યભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય 16 જેટલા મ્યુઝિયમ, સંગ્રાહાલયને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દાંડી કુટીર સંગ્રહાલય ગાંધીનગર, વોટસન મ્યુઝિયમ રાજકોટ, વડનગર સંગ્રહાલાય સહિત અનેક સ્થળોનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે