અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

કેતન બગડા/અમરેલી: જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

અમરેલી જિલ્લામાં વાવેતર લાયક 5.52 લાખ હેક્ટર વિસ્તારમાંથી ચાલાક હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જિલ્લામાં 74 ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. ગત વર્ષની વાત કરીએ તો જિલ્લામાં ખેડૂતોએ બે-બે વખત વાવણી કરવી પડી હતી. પરંતુ આ વર્ષે વરસાદ સારો થતાં ખેડૂતોને આશા હતી કે, કપાસનું પાક આ વર્ષે સારો થશે અને ખેડૂતોને ભાવ પણ સારા મળશે. પરંતુ અવિરત વરસાદને કારણે ખેડૂતોની તમામ આશા ઠગારી નીવડી છે. વિમલભાઈ નામના ખેડૂતે પોતાના ખેતરમા 20 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદને કારણે કપાસનો પાક બળી ગયો છે આથી અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થવા પામ્યું છે.

વિજયાદશમીના મુહર્તમાં ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞનું કરાયું આયોજન, જોડાયો પાટીદાર સમાજ

જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેડૂતોને વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે, ગત વર્ષે વરસાદ નજીવો પડ્યો હતો આથી ખેડૂતોને બીજીવાર વાવણી કરવી પડી હતી પરંતુ આ વર્ષે સારા વરસાદ હોવાથી ખેડૂતોને આશા હતી કે, ગત વર્ષ જે ખોટ ગઈ છે તે આ વર્ષે પૂરી થશે પરંતુ સતત વરસાદને કારણે અને બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસના છોડ ખેતરોમાં ઢળી ગયા છે. તો કપાસના જીંડવા પણ કાળા પડી ગયા છે.

જામનગર: એસપી શરદ સિંધલે કર્યું પોલીસ હેડક્વાટર ખાતે હથિયારોનું પૂજન

માર્કેટમાં પણ તેમને સારા ભાવ નહિ મળે અમરેલીના ખેડૂત અરવિંદભાઈ તેમના ખેતરમાં 50 વિઘામા કપાસનુ વાવેતર કર્યું હતું પરંતુ વરસાદને કારણે આ વાવેતર બળી ગયું છે અને અરવિંદભાઈ ને બે લાખ જેવું નુકસાન થવા પામ્યું છે. તો પોપટભાઈ નામના ખેડૂતે પોતાના ખેતરમાં 15 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ કપાસના જીંડવા બળવા લાગ્યા છે આમ પોપટભાઈને રૂપિયા એક લાખ જેટલું નુકસાન થયું છે.

અમરેલી જિલ્લામાં મુખ્યત્વે બે પાકો લેવામાં આવે છે તેમાં ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે. જિલ્લામાં આ વર્ષે ચાર લાખ હેક્ટરમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું જિલ્લામાં કપાસ મગફળી તલ ચણા વગેરેનું વાવેતર થાય છે. પરંતુ અમરેલી જિલ્લાના ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરતા હોય છે. આ વર્ષે વરસાદ અવિરત પડતા તમામ પાકને વધુ અસર નુકસાન થયું છે. જિલ્લામાં વરસાદના છેલ્લા રાઉન્ડના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થઈ ચૂક્યું છે.

અહીં 14 જાન્યુઆરીએ નહી પણ દશેરાના દિવસે ઉજવાય ઉત્તરાયણ, જાણો શું છે કારણ

સાવરકુંડલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં કપાસના જીંડવા બોલી ગયા છે જેના પગલે ખેડૂતો આ બળી ગયેલા જીંડવા પણ ઉતારી લઈ તેમાં બેવડી મજૂરી કરી કપાસ કઢાવી રહ્યા છે. જિલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સતત ત્રણ મહિનાથી વરસાદ થતાં કપાસના પાકને નુકસાન થયું છે, બે દિવસ પહેલા પવન સાથે વરસાદ થતા કપાસના છોડ ખેતરોમાં ઢળી ગયા છે આથી ખેડૂતોમાં મુશ્કેલી વધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news