ભાજપમાં સી.આર પાટીલે ગઢ મજબુત કરવાનું ચાલુ કર્યું, વિરોધી ખેડૂત આગેવાનને પક્ષમાં લાવશે

નવસારીનાં સાંસદ સી.આર પાટીલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભાજપ સામે પડેલા આગેવાનોને ફરી ભાજપમાં જોડવાનું ચાલુ કર્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એન પટેલ આવતીકાલે સોમવારે અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. 
ભાજપમાં સી.આર પાટીલે ગઢ મજબુત કરવાનું ચાલુ કર્યું, વિરોધી ખેડૂત આગેવાનને પક્ષમાં લાવશે

સુરત : નવસારીનાં સાંસદ સી.આર પાટીલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભાજપ સામે પડેલા આગેવાનોને ફરી ભાજપમાં જોડવાનું ચાલુ કર્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એન પટેલ આવતીકાલે સોમવારે અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. 

જયેશ પટેલ ઘણા લાંબા સમયથી ખેડૂતો મુદ્દે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવતા રહ્યા છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં જયેશ દેલાડ ભાજપને નડે તેવી શક્યતા હતી. ભુતકાળમાં સુમુલ ડેરીનાં ચેરમેન, પુરૂષોત્તમ ફાર્મસી જિન સહકારી મંડળીના પ્રમુખ સહિત અનેક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા જયેશ દેલવાડને ભાજપમાં જોડવા ભાજપના બંન્ને જુથો ગણપત વસાવા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક, જિલ્લા ભાજપનાં મહામંત્રી સંદીપ દેસાઇ, મહેશ વસાવા સહિતનાં આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આજે સુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ભાજપનાં આગેવાનોએ ઔપચારિક બેઠક યોજી હતી. જયેશ દેલવાડને ભાજપમાં જોડવા લીલીઝંડી આપી હતી. જયેશ દેલવાડે જણાવ્યું કે, ખેડૂતો અને સહકારી ક્ષેત્રના પ્રશ્નો માટે રાજ્ય સરકાર સાથ સીધો સંવાદ કરી ઉકેલી શકાશે તેવી ખાતરી આગેવાનો દ્વારા મળતા આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news