લોકસભા ચૂંટણી 2019: સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડે રેલી યોજી ભર્યું ઉમેદવારી ફોર્મ

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને ભાજપના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરર્તાઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

લોકસભા ચૂંટણી 2019: સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડે રેલી યોજી ભર્યું ઉમેદવારી ફોર્મ

સમીર બલોચ/ અરવલ્લી: સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને ભાજપના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરર્તાઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. 

દિપસિંહ રાઠોડે શક્તિ પ્રદર્શન યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું તે સમયે તેમની સાથે પુર્વ પ્રધાન શંકરભાઈ ચૌધરી, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પણ હાજર રહ્યા હતા. દિપસિંહે સોગંદનામુ રજુ કરીને સપથ લઇ ફોર્મ સુપ્રત કર્યું હતું. 

સાબરકાંઠા બેઠક પર ૧૨ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે ત્યારે યુવા મતદારોની નિર્ણાયક ભૂમિકા રહેશે. આ બેઠક પર આશરે પાંચ લાખ જેટલા ક્ષત્રિય મતદારો હોવાથી ભાજપે દિપસિંહને ટીકિટ આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ બેઠક પરથી 2014ની લોકસભાની ચૂંટણીમાં દિપસિંહ રાઠોડે ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં ગણાતા શંકરસિંહ વાઘેલાને માત આપી હતી 

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને કેટલા મત મળ્યા હતા

ઉમેદવાર હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા પ્રાંતિજ ભિલોડા મોડાસા બાયડ
રાઠોડ દિપસિંહ શંકરસિંહ ૯૦૧૮૭ ૯૭૦૬૪ ૫૨૦૯૧ ૮૬૮૭૯ ૭૧૩૨૧ ૮૦૩૯૬ ૭૧૧૨૩
શંકરસિંહ વાઘેલા(બાપુ) ૬૯૭૯૪ ૬૪૪૨૩ ૭૮૧૩૪ ૫૪૩૫૬ ૮૦૮૭૩ ૫૯૯૨૩ ૫૫૫૨૧

સાબરકાંઠાના ઉમેદવાર દિપસિંહ ધોરણ 10 નપાસ 
દિપસિંહ રાઠોડે તેમના સોગંદનામું રજુ કર્યું જેમાં તેમને કેટલો અભ્યાસ કર્યો તે અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ ધોરણ 10 નપાસ છે. મહત્વનું છે, કે તેમની મિલકતની વાત કરીએ તો હાથપરની રોકડ રકમ 75 હજાર રૂપિયા બતાવી છે. જ્યારે તેમના પત્ની પાસે રોકડ રકમ 10 હજાર રૂપિયા બતાવી છે. 

દિપસિંહ રાઠોડે બેંક ખાતાની થાપણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમની પાસે 3,28,452 રૂપિયા બેંક ખાતામાં છે. તથા 1,10,000 રૂપિયાના 40 ગ્રામ સોનાના દાગીના દર્શાવ્યા છે. તેમની પત્ની પાસે 21 લાખ રૂપિયાના 700 ગ્રામ સોનાના દાગીના હોવાનો ઉલ્લેખ કર્યો છે. દિપસિંહ પાસે એકદરે રકમ 5,26,766 રૂપિયા દર્શાવ્યા છે. જ્યારે તેમની પત્ની પાસે 21 લાખ 61 હજારની થાપણ દર્શાવી છે.  

મહત્વનું છે, કે દિપસિંહ રાઠોડે તેમની સંપત્તિમાં સ્વ ઉપજાવેલી સંપતિ અંગે ઉલ્લેખ કર્યો છે, કે તેમની પાસે 8,58,656 રૂપિયાની મિલકત છે, જ્યારે તેમને વારસામાં મળેલી જમીનની કુલ કિંમત 2 કરોડ 1 લાખ 66 હજાર 940 રૂપિયાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news