ગીર સોમનાથ: 32 કિલો 370 ગ્રામ ગાંજો સાથે પોલીસે કરી ખેડૂતની અટકાયત

ગીર સોમનાથ જિલ્લામાંથી એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આઘારે 32 કિલો કરતા પણ વધારે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉનાના સનખાડા ગામમાં એક ખેડૂતની વાડીમાંથી 16 છોડ ગાંજા સાથે આરોપી ખેડૂતની અટકાયત કરવામાં આવી છે. આ ખેડૂત દ્વારા તેના ખેતરમાં જ નશીલા ગાંજાની ખેતી કરતો હોવાનું બહાર આવ્યું છે.   

Updated By: May 22, 2019, 09:46 PM IST
ગીર સોમનાથ: 32 કિલો 370 ગ્રામ ગાંજો સાથે પોલીસે કરી ખેડૂતની અટકાયત

રજની કોટેચા/ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાંથી એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આઘારે 32 કિલો કરતા પણ વધારે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉનાના સનખાડા ગામમાં એક ખેડૂતની વાડીમાંથી 16 છોડ ગાંજા સાથે આરોપી ખેડૂતની અટકાયત કરવામાં આવી છે. આ ખેડૂત દ્વારા તેના ખેતરમાં જ નશીલા ગાંજાની ખેતી કરતો હોવાનું બહાર આવ્યું છે. 

ગીર સોમનાથ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઉનાના સનખડા ગામમાં ખેડૂત દ્વારા નશીલા ગાંજાની ખેતી કરવામાં આવી હતી. પોલીસે પોલીસે 32 કિલો 370 ગ્રામ ગાંજા સાથે ખેડૂત પાંચા રામ ગોહિલ નામના શખ્સની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીટકોઇન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા મામલો, DYSP ચિરાગ પટેલ સામે ફરિયાદ

રાજ્યમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોની હેરાફેરી મોટા પ્રમાણમાં થતા રાજ્યની પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. અગાઉ પણ અમદાવાદના સરખેજ-વિરમગામ હાઇવે પરથી અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે 20 કિલો કરતા પણ વધારે ગાંજો પકડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, કે આ ગાંજોનો જથ્થો યુવાધનને બરબાદ કરવા થવાનો હતો.