અમદાવાદમાં પિતાએ 5 વર્ષની સગીર દીકરી સાથે ગુજાર્યુ દુષ્કર્મ

અમદાવાદમાં પિતા - પુત્રીના સંબંઘને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમા પિતાએ પોતાની 5 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ. 4 દીકરીના પિતાએ વાસનાના આવેશમાં આવી પોતાની દીકરીને પિંખી નાખી. જોકે માતાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા બળાત્કારી પિતા ફરાર થઈ જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

Updated By: Jun 19, 2020, 11:21 PM IST
અમદાવાદમાં પિતાએ 5 વર્ષની સગીર દીકરી સાથે ગુજાર્યુ દુષ્કર્મ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં પિતા - પુત્રીના સંબંઘને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમા પિતાએ પોતાની 5 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ. 4 દીકરીના પિતાએ વાસનાના આવેશમાં આવી પોતાની દીકરીને પિંખી નાખી. જોકે માતાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા બળાત્કારી પિતા ફરાર થઈ જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:- Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 540 કેસ, 340 દર્દી ડિસ્ચાર્જ; મૃત્યુઆંત 1600ને પાર

સામાન્ય રીતે બળાત્કારની ઘટના સાંભળતા જ લોકોનો ગુસ્સો સાતમાં આશમાને પહોંચી જતો હોય છે. પરંતુ જ્યારે બળાત્કારી સગો બાપ જ હોય ત્યારે આવા કિસ્સા સમાજમા ઘૃણા ફેલાવે છે. અને એવો જ એક બનાવ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોઁધાયો છે. જેમાં 4 દીકરીના નરાધમ પિતાઓ પોતાની 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ અને શબ્દોમાં વર્ણવી ના શકાય તેવું કૃત્ય બાપે પોતાની જ દીકરી સાથે કર્યું.

આ પણ વાંચો:- Corona Update: ભરૂચમાં 14 તો પાટણમાં 8 નવા પોઝિટિ કેસ નોંધાયા

5 વર્ષની દીકરી જ્યારે લોહી થી લથબથ અવસ્થામાં ઘરે આવી ત્યારે મોટી બહેને તેના કપડા બદલાવી માતાને જાણ કરી અને આખો મામલો સામે આવ્યો. જેથી પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બનેલી આ બનાવની વાત કરીએ તો માર્બલની દુકાનમાં ટ્રક ખાલી કરવાનુ કામ કરતો નરાધમ પિતા ઘરે હાજર હતો, જોકે બાળકીની માતા ખાનગી કંપનીમા છુટક મજુરી માટે ગઈ હતી તે સમયે, પિતાએ વાસનાના આવેશમાં આવી બાળકી સાથે દુષકર્મ કર્યુ હતુ.

આ પણ વાંચો:- Coronavirus: વડોદરા અને ગાંધીનગર સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

જોકે માતાએ આવી તમામ હકિકત પુછત પાપી પિતાની કરતુત પરથી પડદો ઉચકાયો અને આખરે સોલા પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ ગુનો નોંધ્યો. સામાન્ય રીતે દરેક માતા પિતા પોતાની દીકરીને અજાણ્યા લોકોથી દુર રહેવાની સલાહ આપે છે. પરંતુ પાપ સમાન પોતાના બાપ થી દીકરી કેટલી દુર રહે અને આવા સભ્ય સમાજમા બનેલો આ બનાવ ચોંકાવનારો છે. પરંતુ બળાત્કાર જેવા ગંભીર બનાવો અટકાવવા માટે કોર્ટ આરોપીને કડકમાં કડક સજા કરે તે જરૂરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આવા નરાધમ પિતાને કોર્ટ કેવી સજા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube