જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, 'દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...'

Loksabha Election 2024: જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી. તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે.

જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, 'દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...'

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થવાની છે, જેના માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ચૂંટણી મેદાનમાં જંગ જામ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પલટવાર કરીને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં કોંગ્રેસની સભામાં ભાજપ પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે. 

મોદીનું નામ લીધા વિના જગદીશ ઠાકોરે કર્યા પ્રહારો
જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી. તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે. પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આ દિલ્લીમાં જે સુલતાન બેઠા છે એમનો ડોળો આદિવાસીની જમીન ઉપર છે. આ દેશના મૂળ માલિકોને આ દેશના બાપ જે છે એ આદિવાસીઓને આ દેશમાં ગુલામ બનાવવાના છે એની આ ચૂંટણી છે.

પુરા હિંદુસ્તાનના ગુંડાઓને લઈ આવો અમે ડરીશું નહીં: જગદીશ ઠાકોર
તેમણે જણાવ્યું હતું કે, આ અમારા વર્કર બેઠા છે. આ છોટાઉદેપુર નહી પુરા હિંદુસ્તાનના ગુંડાઓને લઈ આવો અમે ડરીશું નહીં. પરંતુ આપણે હવે આ દેશને ગુલામ થતો બંધ કરવા માટે આ ચૂંટણી લડવાની છે. એ દિલ્લીના સુલતાનને કહો તમે દિલ્લીમાં કોંગ્રેસના બેંકના ખાતા બંધ કર્યા અને તમારી માએ સવાશેર શુઠ ખાધી હોય તો આના ખાતા બંધ કરીને જો છઠીનું ધાવણ સાતમીએ ના બતાડી દઈએ તો અમારી જણવાવાળી ફટકે છે. 

તમે જેવી અદામાં ચૂંટણી લડવા માગતો હોય એવી અદામાં અમે ચૂંટણી લડવા તૈયાર: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ તમારે જેમ આવવું હોય એમ આવજે...તમે જેવી અદામાં ચૂંટણી લડવા માગતો હોય એવી અદામાં અમે ચૂંટણી લડવા તૈયાર છીએ. તારી એક આંખ ટેડી તો અમારી 2 આંખ ટેડી છે. આ ચૂંટણી આખા દેશમાં તમે લખી રાખો... પેલા બુમો પાડે છે...400 પાર..5 લાખ...તો પછી અહીં મુખ્યમંત્રીના બંગલે એ આખીરાત કેમ જાગે છે? શું બોલીએ... રાજકોટમાં આજે ફોર્મ ભરે છે એ કહે છે કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો, શું રાજા માત્ર ક્ષત્રિય સમાજ જ હતા? પટેલો હતા, આદિવાસીઓ હતા તમામ કોમના હતા. 

લોહી ચાખેલા વાઘને 7 તારીખ સુધીમાં દોડાઈ દોડાઈ ભૂખ્યો રાખી મારી નાખવાનો છે: જગદીશ ઠાકોર
તેમણે વધુમાં જણાવ્યું કે, કદાચ તમે આદમીને પુરુષને ગાળો બોલી હોય તો અમે જતી કરીયે પરંતુ અમારી માં બહેનની તમે ગાળો બોલી છે. સમાધાનો માટે તૂટીને મરી જશે પણ આ તો રાવણનો અહંકાર છે. આ તો રાજા કંશનો અહંકાર છે. આ તો દુર્યોધનનો અહંકાર છે. માગી માગીને ક્ષત્રિયો એટલું માગે છે. રમતા રમતા આ દેશના 365 રજવાડા અમે આપી દીધા. તમે એક ટિકિટ તો મેલો... બસ આટલું જ ક્ષત્રિય સમાજ માંગે છે. એ દિવસે રાવણનો અહંકાર હતો અને આજે નરેન્દ્ર મોદી અને 108 કેસ વાળાનો અહંકાર છે. રૂપાલા ફોર્મ ભરશે અને ભરશે. વાઘ લોહી ચાખી ગયો છે અને લોહી ચાખેલા વાઘને 7 તારીખ સુધીમાં દોડાઈ દોડાઈ ભૂખ્યો રાખી હથિયાર થી નહીં ગળું દબોચીની મારી નાખવાનો છે. આ લડાઈ ભાજપીઓ સામે છે. ખોટા લોકો સામે છે, દુર્યોધન અને રાવણની ઓલાદો સામે છે અને તાકાત અને દમથી લડાઈ લડીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news