30 કલાકમાં જ સુંદરસિંહ ચૌહાણે ફરી પાછો કેસરીયો ધારણ કર્યો

મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ આજે ભાજપમાં જોડાયા છે. તેઆ બે દિવસ પહેલા જ 27 નવેમ્બરે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનો ખેસ ધરાણ કર્યો હતો.

30 કલાકમાં જ સુંદરસિંહ ચૌહાણે ફરી પાછો કેસરીયો ધારણ કર્યો

મહેમદાવાદ: ચૂંટણીની જાહેરતા થયા ત્યારે જાણે પક્ષ પલટાની મોસમ ખીલતી હોય છે. આવી જ કંઇક મોસમ હાલ ચાલી રહી છે. હજુ લોકસભાની ચૂંટણીની જાહરાત થઇ નથી પરંતુ કોંગ્રેસ અને ભાજપના અનેક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરી રહ્યા છે. જેમાં એક નામ ભાજપના મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણનું છે. જેઓ માત્ર 30 કલાકની અંદર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા બાદ ફરી પાછા કોંગ્રેસનો છેડો છોડી કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ આજે ભાજપમાં જોડાયા છે. તેઆ બે દિવસ પહેલા જ 27 નવેમ્બરે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનો ખેસ ધરાણ કર્યો હતો. કોંગ્રસેના ખેસને ધારણ કર્યાને હજુ લગભગ 30 કલાક જ થયા હતા અને તેઓ કોંગ્રેસનો છેડો છોડી ફરી ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓએ નડિયાદના ભાજપ કાર્યાલય ખાતે પંકજ દેસાઇ અને દેવુંસિંહ ચૌહાણની હાજરીમાં કેસરીઓ ખેસ ધારણ કર્યો છે.

સુંદરસિંહ ચૌહાણને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવવાનું કારણ પુછવામાં આવ્યું, ત્યારે તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ તેમના મિત્રોને મળાવા ગયા હતા. ત્યાં કેટલા કોંગ્રસના કાર્યકરોએ મને ઘેરી લીધો અને કહ્યું કે તમે કોંગ્રેસમાં જોડાઇ જાઓ. ત્યારે મે તેમને કહ્યું કે હું કોંગ્રેસમાં આવવાનો નથી અને હું ભારતીય પાર્ટીમાં જ રહેવાનો છું. સુંદરસિંહ ચૌહાણના આ નિવદેનથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news