'આઝાદી બાદ દેશમાં નામપંથી, વામપંથી, દમનપંથી રાજકીય કલ્ચર રહ્યાં, પરંતુ અમે વિકાસપંથી લાવ્યાં'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે ઉત્તર પ્રદેશના ભદોઈમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં. ચૂંટણી રેલીમાં તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યાં.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે ઉત્તર પ્રદેશના ભદોઈમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં. ચૂંટણી રેલીમાં તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે આપણા દેશમાં આઝાદી બાદ 4 પ્રકારના રાજનીતિક કલ્ચર રહ્યાં- પહેલું નામપંથી, બીજુ વામપંથી, ત્રીજુ દામ અને દમનપંથી, ચોથી જે અમે લાવ્યાં વિકાસપંથી. અમારું કલ્ચર વિકાસપંથી છે જેના માટે ફક્ત અને ફક્ત દેશના લોકોનો વિકાસ જ સૌથી મોટી પ્રાથમિકતા છે જેના માટે પક્ષથી પણ મોટો દેશ છે.
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે ચૂંટણીની ગરમી તો વધી રહી છે પરંતુ ઈશ્વર, હવામાન અને તમારો મિજાજ મદદ કરી રહ્યા છે. દુનિયાભરમાં ભારતનું સન્માન થઈ રહ્યું છે અને દેશની વાત સ્વીકારવામાં આવી રહી છે અને મોટા મોટા દેશ પોતાનું સર્વોચ્ચ સન્માન આપે છે. જ્યારે આ માહિતી તમારી પાસે આવે ત્યારે ગર્વથી તમારી છાતી પહોળી થાય છે? આ હિન્દુસ્તાનનો કમાલ છે.
તેમણે કહ્યું કે દેશમાં આતંકી હુમલો થાય છે ત્યારે દરેકને દર્દ થાય છે કે નહીં? જ્યારે વીર જવાનોના પાર્થિવ શરીર તિરંગામાં લપેટાઈને આવે છે ત્યારે દેશને દુ:ખ થાય છે કે નહીં? પરંતુ તેનો જવાબ સર્જિકલ સ્ટ્રાઈક હોય છે ત્યારે તમને ગર્વ થાય છે કે નહીં? તમને ગર્વ થયો? તમને લાગે છે કે મોદીનો રસ્તો યોગ્ય છે?
જ્યારે ભારતે અંતરિક્ષમાં લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો ત્યારે તમને ગર્વ થયો? આ જ દેશની તાકાત હોય છે. જ્યારે તમે યોગ્ય નીયત અને નીતિથી લોકોના હિતને ધ્યાનમાં રાખીને કામ કરો છો ત્યારે અશક્ય પણ શક્ય બને છે. કોણે વિચાર્યું હતું કે મક્કા મદીનાના સાઉદી અરબમાં જ્યાં ભારતીયો ક્યારેક ક્યારેક ખોટા કામો માટે પકડાય છે. આપણા 850 લોકો સાઉદી જેલમાં હતાં જેમના માટે મે સાઉદી અરબના રાજકુમારને ભલામણ કરી અને તેમણે મારી વાત માની. રમજાન પહેલા તેમને ઘરે પાછા ફરવા દીધા.
પીએમ મોદીએ કહ્યું કે હાલમાં જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો અને પાકિસ્તાન તેને દાવત ખવડાવી રહ્યું હતું. હવે પાકિસ્તાન મસૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મજબુર થશે. આ ભારતની વધતી તાકાતની અસર છે. પરંતુ મહામિલાવટી લોકો ભારતની સફળતાને મનાવવા માટે પણ તૈયાર નથી. તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણી હતી એટલે મોદીએ મસૂદ પર પ્રતિંબધ લગાવડાવી દીધો. દરેક ચીજને ચૂંટણીના ચશ્માથી જોવાના કારણે કોંગ્રેસ અને તેના સાથીઓની આ હાલત થઈ ગઈ છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે જો આજે દુનિયામાં ભારતની ગૂંજ સંભળાઈ રહી છે તો તેની પાછળ તમારા મતોની તાકાત છે. સપા-બસપા અને કોંગ્રેસે હંમેશા લોકોને પરસપ્ર જાત પાત અને પંથના નામે લડાવીને ફક્ત પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ કર્યો છે. આ પાર્ટીઓના કેટલાક મોટા નેતાઓની થોડા દાયકાઓ પહેલા શું હાલત હતી અને આજે કેવી આલિશાન જીંદગી જીવે છે તે પણ જુઓ.
પીએમ મોદીએ કહ્યું કે જો હું ભ્રષ્ટાચાર સામે લડું છું તો મારા ગરીબ ભાઈઓના હક માટે લડુ છું. જો હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડું છું તો મારા દેશના ઈમાનદારો માટે એક દીવાલ બનીને તેમની મદદ માટે લડુ છું. આ મહામિલાવટી લોકોએ સત્તાને હંમેશા પોતાની સંપત્તિ વધારવાનો રસ્તો ગણ્યો છે. જ્યારે અમારા માટે સત્તા દેશના લોકોની સેવા કરવાનું માધ્યમ છે.
તેમણે કહ્યું કે આજે અહીંથી હું સમગ્ર હિન્દુસ્તાનમાં મુસ્લિમ બહેનોને કહેવા માંગુ છું કે આજે દુનિયાના મુસ્લિમ દેશોમાં પણ ટ્રિપલ તલાકની પ્રથા નથી. અમે પણ ભારતની મુસ્લિમ મહિલાઓને એ જ અધિકાર આપવા માંગીએ છીએ જે દુનિયાના મુસ્લિમ દેશોમાં મળેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે