ગુજરાત સરકારે જ્યાં દારૂબંધી હટાવી, એ શહેરમાં જમીનના ભાવ અંગે આવ્યા મોટા અપડેટ

Gift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....મોટાભાગની ખાનગી જમીન હોવાનું સામે આવ્યું 

ગુજરાત સરકારે જ્યાં દારૂબંધી હટાવી, એ શહેરમાં જમીનના ભાવ અંગે આવ્યા મોટા અપડેટ

Property Market Investment : ગિફ્ટ સિટીએ ગુજરાતનો મેગા પ્રોજેક્ટ છે. ગિફ્ટ સિટીને 'ગ્લૉબલ ફાઇનાન્સ હબ' બનાવવા માટે નવા-નવા પ્રૉજેક્ટ લાવવામાં આવી રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી પણ હટાવી દેવામા આવી છે. સરકારની આ જાહેરાતથી ગાંધીનગર આસપાસના જમીનના ભાવ વધ્યા હતા, અહી લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવા લાગ્યા હતા, ત્યારે હવે ઉંચા ભાવે જમીનો ખરીદનારાઓને મોટો ઝટકો લાગવાનો છે. કારણ કે, ગિફ્ટ સિટીના વિસ્તરણનો પ્લાન ગુજરાત સરકારે પડતો મૂક્યો છે. સરકારની આ જાહેરાતથી અહી પ્રોપર્ટી ખરીદીને બેસેલા લોકોને મોટો ફટકો પડશે. કારણ કે, ગિફ્ટ સિટીની જાહેરાતથી રાતોરાત અહી જમીનના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ સરકારે નિર્ણય પાછો ખેંચી લેતા હવે મહામૂલી જમીનના ભાવમાં કડાકો બોલાશે. 

રોકાણકારોને મોટો ઝટકો 
ગાંધીનગર પાસે આકાર પામી રહેલ ગિફટ સિટીના વિસ્તરણનો પ્લાન સરકારે આખરે પડતો મૂક્યો છે. નવેમ્બર 2022 અને 2023 ના બે જાહેરનામું કરીને સરકારે ગિફ્ટ સિટીની આસપાસના 996 હેક્ટરના વિસ્તારમાં વિકાસની મંજુરી આપી હતી. જો કે હવે ગત 11 જુનના રોજ આ બંને જાહેરનામું રદ કરવાનો નિર્ણય લીધો છે. જેના થી હવે આ 996 હેક્ટર જમીન આસપાસના સામાન્ય શહેરી વિસ્તારની જેમ વિકાસ થશે. આ જમીનમાં મોટાભાગની ખાનગી જમીન હોવાનું સામે આવ્યું છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના આ નિર્ણયથી ગીફટને કારણે રાતો રાત ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતું હવે અહીં જમીનના ભાવમાં કડાકો બોલાશે. હવે આ વિસ્તારમાં ગુડા સામાન્ય વિસ્તારની જેમ વિકાસ કામો હાથ ધરશે. હવે પછી આ વિસ્તાર ગિફ્ટ સિટીનો ભાગ નહીં ગણાય. 

ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહિ થાય
હવે ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહિ થાય એ નક્કી છે. 996 હેક્ટરનો વિસ્તાર સામાન્ય શહેરની જેમ વિકાસ પામશે. ગુજરાત સરકારે એક ઝાટકે બે મોટા નોટિફિકેશન પાછા ખેંચી લીધા છે. ખાનગી જમીન સંપાદનનો ખર્ચ, કપાત સહિતના પડકારો સામે આવતા જ સરકારે યુ-ટર્ન લીધો છે. નવા વિસ્તરણ માટે જે જમીનની જરૂરિયાત હતી, તે બધી ખાનગી જમીન નીકળી છે, તેથી સરકારે ગિફ્ટ સિટી વિસ્તરણના પ્લાનને પડતો મૂક્યો છે. આમ, સરકારે એકઝાટકે બે નિર્ણયો પરત ખેંચી લેતા રોકાણકારોનું સપનુ રગદોળાશે. 

માત્ર 7 મહિનામાં ગુજરાત સરકારના ગિફ્ટ સિટીના વિસ્તરણના સપનાનું બાળમરણ થયું છે. ગિફ્ટ સિટીનું વિસ્તરણ સરકાર માટે મોટી ચેલન્જ હતી. ન માત્ર જમીન સંપાદન, પરંતું મોટા રસ્તા અને જંક્શનોના આયોજનો માટે ગિફ્ટ સિટી હેઠળના ખાસ શહેર તરીકે વિકાસ કરવો એ વ્યવહારુ ન હોવાથી સરકારે નિર્ણય બદલ્યો છે. આમ, હવે આ વિસ્તાર સામાન્ય શહેર જ રહેશે. 

સરકારે એકસાથે બે નોટિફિકેશન જાહેર કરીને તેને પરત ખેંચવાનું સત્તાવાર કારણ આપ્યું કે, આ રીતે વિકાસ કરવો એ તર્કસંગત વિકાસના હિતમાં નથી. હવે ગિફ્ટ સિટી 1392 હેક્ટરમાં વિસ્તરશે નહિ. ગિફ્ટ સિટીનો જેટલો વિસ્તાર છે, એટલા જ વિસ્તારમાં રહેશે. 

જમીનના ભાવ ઉંચા નહિ જાય 
ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવાનું બધાનું સપનું બન્યું છે. પરંતું હવે ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહિ થાય, એટલે જમીનના ભાવ વધારે ઉંચા નહિ જાય. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે, ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાની જાહેરાત થઈ, ત્યારે જમીનના ભાવ ઉંચા જશે તે આશાએ અનેક લોકોએ અહી જમીનો ખરીદી હતી, તેનું હવે શું થશે તે તો આગામી પ્રોપર્ટી માર્કેટ જ જણાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news